મોદીના મંત્રીએ કહ્યું- મફતમાં મળે છે પેટ્રોલ-ડીઝલ, ભાવ વધારાથી કોઈ ફરક નથી પડતો
એસસી-એસટી એક્ટ પર સવર્ણોના ગુસ્સાને લઈને અઠાવલેએ કહ્યું કે તેઓ ગરીબ સવર્ણોને પણ 25 ટકા અનામતની માંગ કરશે. તેમણે કહ્યું ગરીબ સવર્ણોના 25 ટકા આરક્ષણના સમર્થનમાં પહેલેથીજ છું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરામદાસ અઠાવલેને જ્યારે પુછવામાં આવ્યું કે ભાજપ સરકારે કહ્યું હતું કે અયોધ્યમાં રામ મંદિર બનશે, તેના પર તેમણે અલગ જ રાગ છેડ્યો હતો. અને કહ્યું હતું કે અયોધ્યામાં બૌદ્ધ મંદિર બનવું જોઈએ. ત્યાં બૌદ્ધ મંદિરને તોડીને મસ્જિદ બનાવેલી છે. ત્યાં બૌદ્ધ મંદિર બનવું જોઈએ.
રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ રામદાસ અઠાવલેનું કહેવું છે કે, ડીઝલ અને પેટ્રોલ તો તેને મફતમાં મળે છે. તેથી તેના વિશે તેઓ વધારે નથી વિચારતા. શનિવારે જયપુરમાં તેમણે કહ્યું, પેટ્રોલ અને ડીઝલની કિંમત શું છે, તેનાથી શું ફરક પડે છે. સરકાર મારી ગાડીઓમાં ડીઝલ અને પેટ્રોલ ભરાવે છે. સરકારી પૈસાથી પેટ્રોલ અને ડીઝલ આવે છે તો તેના વિશે શું વિચારવું.
નવી દિલ્હી: એક તરફ પેટ્રોલ ડીઝલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે જેના કારણે લોકો પરેશાન છે. ત્યાં મોદી સરકારના કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે કહ્યું કે ભાવ વધારાથી કોઈ ફરક નથી પડતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -