હાઉસફૂલ 4 માટે 51 વર્ષના અક્ષયે કર્યો ખતરનાક Exercise સ્ટન્ટ, તસવીરો વાયરલ
મુંબઇઃ અભિનેતા અક્ષય કુમાર આજકાલ પોતાની અપકમિંગ ફિલ્મ હાઉસફૂલ 4ને લઇને ચર્ચામાં છે. આ ફિલ્મનું હાલ શૂટિંગ ચાલી રહ્યું છે. શૂટિંગના સેટ પરથી એક વીડિયો વાયરલ થયો છે જેમાં અભિનેતા અક્ષય એક ખતરનાક એક્સરસાઇઝ સ્ટન્ટ કરતો દેખાઇ રહ્યો છે. આ વીડિયો સોશ્યલ મીડિયા પર ખુબ ધૂમ મચાવી રહ્યો છે, જેમાં અક્ષયની ફિટનેસ લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે.
અક્ષય આ વીડિયોમાં નેક એક્સરસાઇઝ કરતો દેખાઇ રહ્યો છે, જે એકદમ અલગ અંદાજમાં છે.
હાલમાં અક્ષય કુમાર રાજસ્થાનના જેસલમેરમાં છે, જ્યાં ફિલ્મ હાઉસફૂલ 4નું શૂટિંગ ચાલી રહ્યું છે. અહીં ફિલ્મની આખી સ્ટારકાસ્ટ પણ છે, જેમાં નાના પાટેકર, બોબી દેઓલ, રિતેશ દેખમુખ, કૃતિ ખરબંદા, કૃતિ સૈનન અને પૂજા હેગડે સામેલ છે.
આ વીડિયો પૉસ્ટ કરતાં અક્ષય કુમારે લખ્યું છે કે, તે સવારને ખુબ પ્રેમ કરે છે અને તે ગમે ત્યાં હોય તેમને આઉટડૉર એક્સરસાઇઝ ખુબ પસંદ છે.