નવી દિલ્હી: બોલિવૂડ એક્ટ્રેસ અને અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્ના ભલે હાલમાં લાઈમલાઈટથી દૂર રહે છે. પરંતુ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. સામાજિક અને રાજનીતિક મુદ્દા પર નિડરતાથી પોતાનો અભિપ્રાય આપતી હોય છે. જેના પર લાખો ફેન્સ પોતાની પ્રતિક્રિયા આપે છે. ત્યારે દેશભરમાં ચૂંટણીનો માહોલ છે એવામાં ટ્વિંકલ ખન્નાએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર વ્યંગ કરતા એક તસવીર શેર કરી છે.



ટ્વિંકલ ખન્નાએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેના સમર્થકો પર નિશાન સાધ્યું છે. ટ્વિંકલે ટ્વિટર પર એક તસ્વીર પોસ્ટ કરી છે. જેમાં એક બાળક છે જેના માથા પર અંડરવીયર પહરેલી છે. આ સાથે કેપ્શનમાં લખ્યું કે “ જો તમે કેજરીવાલના સમર્થક છો અને તપારી પાસે મંકી કેપ નથી તો..... તેમણે આગળ લખ્યું કે ખરેખર મે નથી કહ્યું આવું કરવા માટે . ”


ટ્વિટંકની આ પોસ્ટમાં શેર કરેલી તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. અને લોકો તેના પર અલગ અલગ કમેન્ટ્સ કરી રહ્યાં છે. કેટલાક લોકોએ તેને રમૂજ ગણાવ્યું તો કેટલાક ખોટું ગણાવ્યું.

ધર્મેન્દ્ર-હેમા માલિની બાદ શું સની દેઓલ પણ જોડાશે BJPમાં ?, અમિત શાહ સાથેની તસવીર થઈ વાયરલ

PM મોદીની બાયોપિક બાદ હવે વેબ સીરિઝ પર ચૂંટણી પંચે લગાવ્યો પ્રતિબંધ, જાણો વિગત