પોલીસની મંજૂરી લઈ ગર્લફ્રેન્ડને મળવા માંગે છે આ બોલીવૂડ અભિનેતા, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 26 Apr 2020 04:57 PM (IST)
કોરોના વાયરસની મહામારી સામે લડવા માટે સમગ્ર દેશમાં લોકડાઉન છે. એવામાં ઘણા લોકો પોતાનાથી દૂર ફસાયા છે,
મુંબઈ: કોરોના વાયરસની મહામારી સામે લડવા માટે સમગ્ર દેશમાં લોકડાઉન છે. એવામાં ઘણા લોકો પોતાનાથી દૂર ફસાયા છે, ત્યારે બોલીવૂડ અભિનેતા અલી ફઝલ અે ઋચા ચડ્ઢા પણ તેમા સામેલ છે. લોકડાઉનના કારણે અલી ફઝલ અને ઋચા ચડ્ઢા એકબીજાથી દૂર છે અને વીડિયો કોલના માધ્યમથી એકબીજા સાથે વાત કરે છે. ઋચા અને અલી એકબીજાને મળવા ખૂબ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. હાલમાં જ અલીએ ઋચાને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતા. અલીએ ઋચાને મળવાની ઈચ્છા વ્યક્ત કરતા કહ્યું તે મુંબઈ પોલીસની મંજૂરી લઈને તેને મળવા માંગે છે. હાલમાં જ એક ઈન્ટવ્યૂ દરમિયાન અલીએ મજાક કરતા કહ્યું, ક્વોરન્ટાઈનમાં ઋચા વગર રહેવું ઘણુ મુશ્કેલ છે. વિચારુ છુ કે મુંબઈ પોલીસની મંજૂરી લઈ આ દિવસોમાં પણ તેને મળતો આવું. ઉલ્લેખનીય છે કે, લોકડાઉનના કારણે ઋચા અને અલીના લગ્ન સ્થગિત કરવા પડ્યા છે. એવામાં તેણે પોતાના લગ્ન વિશે વાત કરતા કહ્યું, હાલ તો અમારા લગ્ન સ્થગિત થયા છે અને આ વાતનું ખૂબ જ દુખ છે.