નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ હાલમાં પોતાની આગામી ફિલ્મ કલંકના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ દરમિયાન તે ફિલ્મની સ્ટાર કાસ્ટ વરૂણ ધવન, સોનાક્ષી સિન્હા, માધુરી દીક્ષિત અને સિદ્ધાર્થ રોય કપૂર સાથે પ્રમોશનલ ઈવેન્ટમાં જોવા મળી રહી છે. એવામાં એક ઈવેન્ટનો આલિયા ભટ્ટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ઉપ્સ મૂમેન્ટનો શિકાર બની ગઈ છે.

આલિયા રણબીર કપૂરને ડેટ કરી રહી છે. આ વાત તેઓ ક્યારેય મીડિયાથી છુપાવતા નથી. હાલમાં જ ફિલ્મફેરનાં મંચ પર એવોર્ડ જીત્યા બાદ આલિયાએ સ્ટેજ પર રણબીર સાથે પ્રેમનો એકરાર કરતાં 'આઇ લવ યુ' કહ્યું હતું.


ઈવેન્ટમાં સ્ટાર કાસ્ટ ઇન્ટરવ્યું આપી રહ્યાં હતાં. ત્યારે ચાલુ ઇન્ટરવ્યૂંમાં વરૂણ આલિયાને હેરાન કરી રહ્યો હતો. જેમાં આલિયાએ વરૂણને રણબીર કપૂરનું નામ લઇને બોલાવ્યો અને કહ્યું કે આવું ન કર. 'કલંક'નાં પ્રમોશનનો આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.