Alia-Ranbir Welcome Baby:Alia-Ranbir Baby Girl: કપૂર પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે. બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ માતા બની ગઈ છે. અભિનેત્રીએ HN રિલાયન્સ હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો છે.
બોલિવૂડમાં ચાહકોનું સૌથી પ્રિય કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પેરેન્ટસ બની ગયું છે. આલિયાએ મુંબઈની KHN રિલાયન્સ હોસ્પિટલમાં એક સુંદર બાળકીને જન્મ આપ્યો છે. જે બાદ સમગ્ર કપૂર પરિવારમાં ઉજવણીનો માહોલ છે. આલિયાને મુંબઈના એચ.એન. રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સમયે રણબીર કપૂર પણ હોસ્પિટલમાં હાજર હતા. એક વિશ્વસનીય સૂત્રએ આલિયાને પુત્રીને જન્મ આપવાની વાત કરી છે. આલિયા અને રણબીરે હજુ સુધી તેમના માતા-પિતા બનવાની સત્તાવાર જાહેરાત કરી નથી.
આલિયાએ બાળકને જન્મ આપ્યો
હકીકતમાં, જ્યારથી આલિયા માતા બનવાના સમાચાર સામે આવ્યા છે. ત્યારથી, પરિવાર અને મિત્રો સિવાય, ચાહકો પણ તેમના બાળકના આગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આજે સવારે આલિયાએ રિલાયન્સ હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો હતો. હાલમાં બાળક અને આલિયા બંને સ્વસ્થ હોવાનું જાણવવા મળ્યું છે. બાળકની ડિલિવરી પહેલા, આલિયાએ ધામધૂમથી બેબી શાવરની ઉજવણી કરી હતી. જેની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જેમાં આલિયા પીળા કલરના સુંદર સૂટમાં જોવા મળી હતી. જેમાં ગ્લો ચેબ્રે પર તેની પ્રેગ્નન્સી સ્પષ્ટ દેખાતી હતી.
પ્રેગ્નેન્સીના શરૂઆતના દિવસોમાં આલિયા તેના પ્રોફેશનલ ફ્રન્ટ પર ઘણી એક્ટિવ જોવા મળી હતી. જો કે ત્યાર બાદથી તેને બ્રેક લીધો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનેત્રી પોતાની ડિલિવરી માટે પોતાને ખાસ રીતે તૈયાર કરી હતી. આલિયાએ નેચરલ ડિલિવરી માટે ખાસ તૈયારીઓ કરી હતી
આલિયા ભટ્ટ વિશે એવા સમાચાર છે કે તેણે છેલ્લા કેટલાક દિવસોમાં પોતાની જાતનું ખૂબ ધ્યાન રાખ્યું છે. લાંબા સમય સુધી શરીરને આરામ આપવા ઉપરાંત તેણે કેટલીક કસરતો પણ કરી છે. સવારે વહેલા ઉઠીને, તેમના સ્વાસ્થ્ય નિષ્ણાતની સલાહ પર, તેમણે યોગ પણ કર્યા છે, જેથી તેઓ સામાન્ય રીતે બાળકને જન્મ આપવામાં મદદ કરી શકે. સિઝેરિયન ડિલિવરી શરીર માટે સારી નથી, જેના કારણે આલિયા દરેક પ્રકારની કુદરતી પ્રક્રિયા અજમાવી રહી હતી.