આલિયાએ મુંબઈમાં એક ઈવેન્ટમાં કહ્યુ હતુ કે જો હું આવી છું તો મારો પરિવાર મારાથી 10 ગણો સમજદાર છે. મારે આ બધી બાબતોમાં નથી પડવું. હું ફક્ત ખુશ રહેવા માંગુ છુ. સકારાત્મક રહેવા માંગુ છુ અને મહેનતની સાથે મારૂ કામ કરી રહી છુ. હું રોજ મારામાં કોઈને કોઈ સુધારો લાવી રહી છુ.
કંગનાની બહેન રંગોલી ચંદેલને લઈને આલિયા ભટ્ટે કહ્યુ કે લોકો શું કહેશે હું તેના પર હવે ધ્યાન આપતી જ નથી. દરેકને પોતાની વાત કહેવાનો હક છે. હુ ચુપ રહીશ અને મારૂ કામ કરીશ. આપને જણાવી દઈએ કે કંગના રનૌતે આલિયા ભટ્ટ અને રણવીર સિંહ દ્વારા પોલિટિકલ મુદ્દાઓ પર અભિપ્રાય ન આપવાની આકરી ટીકા કરી હતી.
આ પહેલા એક બીજી ઈવેન્ટમાં આલિયાએ કહ્યુ હતુ કે હું કંગનાની નિર્ભયતાનું સન્માન કરી રહી છુ. બની શકે તે સાચી હોય પણ એ જરૂરી નથી કે દરેક વખતે આપણે આપણી ભાવનાઓ જાહેર કરવી જોઈએ. મારા પપ્પા હંમેશા કહી રહ્યા છે કે દરેક વસ્તુઓ માટે સૌના અલગ અલગ વિચારો, અભિપ્રાય રહેવાના છે. જો તમે તમારો અભિપ્રાય જાહેર નહી કરો તો તેનાથી કોઈ ફર્ક પડવાનો નથી. મારો પણ પોતાનો અભિપ્રાય છે પણ દરેક વખતે સૌની સામે રાખવામાં હું નથી માનતી. કંગનાની પ્રશંસા કરૂ છુ કે તે સારૂ બોલે છે