Alia Bhatt Delivery: ચાહકોથી લઈને રણબીર અને આલિયાના પરિવારના સભ્યો નાના મહેમાનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આલિયા હોસ્પિટલ પહોંચી છે. થોડા સમયમાંજ ગૂડ ન્યુઝ મળશે
આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. પરિવાર અને મિત્રો ઉપરાંત ચાહકો પણ તેમના બાળકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તાજેતરમાં, આલિયાના બેબી શાવરની વિધિઓ પૂર્ણ થઈ હતી, જેની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. દંપતીના પરિવારજનો પણ ખુશખબરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે આલિયાની ડિલિવરી સાથે જોડાયેલી મોટી માહિતી સામે આવી છે.આજે તે હોસ્પિટલમાં એડમિટ થઇ છે.
નાનો મહેમાન જલ્દી આવે છે
રણબીર કપૂર અને આલિયા ભટ્ટે નાના મહેમાનને આવકારવાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે નવેમ્બરના છેલ્લા અઠવાડિયામાં અથવા ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં માતા બની શકે છે. જો કે, નવી માહિતી સામે આવી છે કે આલિયા ભટ્ટ ડિલિવરી માટે રિલાયન્સ હોસ્પિટલ પહોંચી છે, એટલે કે આલિયા તેના બાળકને ગમે ત્યારે જન્મ આપી શકે છે. આ સમાચાર દેખીતી રીતે તેના ચાહકો માટે કોઈ ખુશખબરથી કમ નથી.
ખૂબ જ દિલચશ્પ છે અથિયા-રાહુલની લવસ્ટોરી, આ રીતે થઇ રહી બંનેની પહેલી મુલાકાત
આથિયા શેટ્ટ ફિલ્મો કરતા તેની પર્સનલ લાઇફને લઇને તે ઘણી ચર્ચામાં છે. હાલ આથિયા શેટ્ટી અને કેએલ રાહુલની લવ સ્ટોરી ખૂબ જ ચર્ચામાં છે. આ કારણે અભિનેત્રી લાઈમલાઈટમાં જોવા મળે છે. છેલ્લા કેટલાક દિવસોથી બંનેના લગ્નને લઈને પણ ચર્ચાઓ ચાલી રહી હતી. આથિયા શેટ્ટી આવતીકાલે એટલે કે 5 નવેમ્બરે તેનો 29મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે.
ફિલ્મી કરિયરની વાત કરીએ તો આથિયા શેટ્ટીએ આઠ વર્ષમાં માત્ર પાંચ ફિલ્મોમાં જ કામ કર્યું છે. તેણે પોતાના કરિયરની શરૂઆત વર્ષ 2015માં રિલીઝ થયેલી ફિલ્મ 'હીરો'થી કરી હતી, જેમાં તે એક્ટ્રેસ સૂરજ પંચોલી સાથે જોવા મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ રહી હતી. આ પછી અભિનેત્રી અનિલ કપૂર અને અર્જુન કપૂરની ફિલ્મ 'મુબારકાં'માં જોવા મળી હતી. આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ ન કરી શકી. આ પછી અથિયા 'નવાબઝાદે', 'મોતીચુર ચકનાચૂર' અને 'તડપ' જેવી ફિલ્મોમાં જોવા મળી હતી, પરંતુ આ બધી ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી.
અથિયા અને કેએલ રાહુલની લવસ્ટોરીની વાત કરીએ તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર બંનેની મુલાકાત એક કોમન ફ્રેન્ડ દ્વારા થઈ હતી. જો કે ત્યારે આ અંગે કોઈ સત્તાવાર માહિતી મળી ન હતી. ત્યારપછી જ્યારે બંનેએ સોશિયલ મીડિયા પર એકબીજાને શુભકામનાઓ આપવાનું શરૂ કર્યું ત્યારે તેમના રિલેશનશિપમાં હોવાની અટકળો શરૂ થઈ હતી.
જ્યારે અથિયાના પિતા સુનીલ શેટ્ટીને પણ બંને વચ્ચેના સંબંધો વિશે પૂછવામાં આવ્યું તો તેમણે પણ આ વિશે કોઈ જવાબ આપ્યો ન હતો. આ પછી, વર્ષ 2021 માં, જ્યારે કેએલ રાહુલ ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી માટે રવાના થયો, ત્યારે આથિયા પણ તેની સાથે ગઇ હતી.. જો કે બંનેએ આ બાબતે કંઈ કહ્યું નહોતું, પરંતુ સોશિયલ મીડિયા પર બંનેની વાયરલ થયેલી તસવીરોએ ભારે ચકચાર જગાવી હતી.