IND vs ZIM LIVE Streaming: T20 વર્લ્ડ કપ 2022માં ભારતીય ટીમ તેની છેલ્લી મેચ સુપર-12માં ઝિમ્બાબ્વે સામે રમશે. આ મેચ 6 નવેમ્બર, રવિવારે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. આ મેચમાં જીત સાથે ભારતીય ટીમ સીધી સેમિફાઇનલમાં પહોંચી જશે. ટીમ ઈન્ડિયા ગ્રુપ 2માં ટોપ પર છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી કે આ ગ્રુપમાં કઈ ટીમ સેમીફાઈનલમાં પ્રવેશ કરશે. આ સાથે જ ગ્રુપ 1માં ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ સેમિફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ગયા છે.
આ T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાએ કુલ ચાર મેચ રમી છે. જેમાં ટીમે 3માં જીત મેળવી છે અને એકમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. જેમાં ભારતીય ટીમે પ્રથમ મેચ પાકિસ્તાન સામે, બીજી મેચ નેધરલેન્ડ સામે, ત્રીજી મેચ દક્ષિણ આફ્રિકા સામે, ચોથી મેચ બાંગ્લાદેશ સામે અને ટીમ તેની પાંચમી મેચ ઝિમ્બાબ્વે સામે રમશે.
મેચ ક્યારે અને ક્યાં થશે
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની આ મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. ભારતીય સમય અનુસાર આ મેચ બપોરે 1.30 વાગ્યે શરૂ થશે.
લાઈવ સ્ટ્રીમ થશે
આ મેચનું સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. T20 વર્લ્ડ કપની તમામ મેચોનું સ્ટાર સ્પોર્ટ્સ પર જીવંત પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. તે જ સમયે, મેચનું લાઇવ સ્ટ્રીમિંગ ડિઝની પ્લસ હોટસ્ટાર પર કરવામાં આવશે. આ ઉપરાંત, તમને અમારી વેબસાઇટ પર મેચ સંબંધિત તમામ અપડેટ્સ મળશે.
સ્ટાર સ્પોર્ટ્સ અને ડિઝની પ્લસ હોટસ્ટાર પર આ મેચ જોવા માટે તમારે તમારું ખિસ્સું હળવુ કરવું પડશે. પરંતુ તમે આ મેચને ફ્રીમાં પણ માણી શકો છો. આ મેચ મફતમાં જોવા માટે, તમારે DD સ્પોર્ટ્સ તરફ વળવું પડશે, ત્યાં આ મેચનું જીવંત પ્રસારણ થશે.
ઈંગ્લેન્ડે શ્રીલંકાને હરાવી સેમીફાઈનલમાં બનાવી જગ્યા
સિડનીમાં રમાયેલી મેચમાં ઇંગ્લેન્ડે શ્રીલંકાને 4 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ઈંગ્લેન્ડ સેમિફાઈનલમાં પહોંચનારી બીજી ટીમ બની ગઈ છે. ઈંગ્લેન્ડની જીત સાથે ઓસ્ટ્રેલિયાનું સેમિફાઈનલમાં પહોંચવાનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું. સિડનીમાં પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 142 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ઈંગ્લેન્ડે 6 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. બેન સ્ટોક્સ અને એલેક્સ હેલ્સે ટીમ માટે મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી. ઈંગ્લેન્ડની શરૂઆત મજબૂત રહી હતી. શ્રીલંકાએ આપેલા ટાર્ગેટનો પીછો કરતા ટીમ માટે જોસ બટલર અને એલેક્સ હેલ્સ ઓપનિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન બટલરે 23 બોલમાં 28 રન બનાવ્યા હતા. તેણે 2 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. હેલ્સે 30 બોલમાં 47 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 7 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે.