મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ આજકાલ ખુબ ચર્ચમાં છે, પોતાના સ્ટનિંગ લૂકને લઇને હંમેશા ફેન્સની નજીક રહેનારી આલિયા ભટ્ટ હવે પોતાના ફોટોશૂટને લઇને ફેન્સની નજરે ચઢી છે. આલિયાએ હાલમાં એક અંડરવૉટર ફોટોશૂટ કરાવ્યુ છે, જેમાં તેનો લૂક એકદમ અલગ લાગી રહ્યો છે.

આલિયાએ ફિલ્મોથી હટકે હવે એક અંડરવૉટર ફોટોશૂટ કરાવ્યુ છે, આ ફોટોશૂટ ફેશન મેગેઝિન વૉગ માટે કરાવ્યુ છે. આ ફોટોશૂટની તસવીર તેનો પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર પણ શેર કરી છે. ફેન્સે તેના પર અજબગજબ કૉમેન્ટ્સ પણ કરી છે.


શેર કરેલા આ કવર ફોટોમાં આલિયાએ નિયૉન ગ્રીનની બિકીની સ્ટાઇલ ડ્રેસ પહેર્યો છે, આ પૉઝ તેને પાણીની અંદર (અંડર વૉટર) આપ્યો છે. ફેન્સને જોઇને તેને જલપરી ગણાવી રહ્યાં છે.