ઉલ્લેખનીય છે કે, અરુણિમા સિન્હા એક નેશનલ વૉલીબૉલ પ્લેયર હતી, જે કેટલાક લૂંટારુઓ સાથે લડતા લડતા ચાલુ ટ્રેનથી પડી ગઇ હતી. આ દૂર્ઘટનામાં અરુણિમા સિન્હાએ પોતાનો પગ ગુમાવ્યો હતો. જોકે, અરુણિમા સિન્હાએ પોતાનો વિશ્વાસ ડગાવ્યો નહીં, અને હિંમતથી એક વર્ષની અંદરજ તે એવરેસ્ટ ચઢનારી પહેલી દિવ્યાંગ મહિલા બની ગઇ હતી.
કહેવાઇ રહ્યું છે કે, આ ફિલ્મ 'બોર્ન અગેન ઓન ધ માઉન્ટેન: અ સ્ટૉરી ઓફ લૂઝિંગ એવરીથિંગ એન્ડ ફાઇન્ડિંગ બેક' નામના પુસ્તક પર આધારિત છે. આ ફિલ્મને કરણ જોહર અને વિવેક રંગાચારી પ્રૉડ્યૂસ કરશે.