નવી દિલ્હી: કોરોનાવાયરસને લઈને દુનિયાભરમાં હાહાકર મચી ગઈ છે. ભારતમાં કોવિડ-19થી સંક્રમિત 151 કેસ સામે આવી ચૂક્યા છે. તેની વચ્ચે બૉલિવૂડ સેલેબ્સ પણ કોરોનાને લઈ જાગૃગતા માટેના પ્રયાસ કરી રહ્યાં છે. ત્યારે બોલિવૂડ સ્ટાર આલિયા ભટ્ટની માતા સોની રાજદાને પણ એક વીડિયો ટ્વીટ કર્યો હતો. જેના ટ્વિટ બાદ વિવાદ ઉભો થઈ ગયો હતો.


સોની રાજદાને એક વીડિયો શેર કર્યો હતો. જેમાં અરપોર્ટ પર યાત્રીઓ પોતાનો પાસપોર્ટ માંગતા નજર આવી રહ્યા હતા. સોની રાજદાને એક વીડિયો ટ્વીટ કરીને લખ્યું કે, ‘નવી દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટના ટી-3 ટર્મિનલ પર આજે, બહારથી આવેલા યાત્રીઓના પાસપોર્ટ લઈ લેવામાં આવી રહ્યાં છે. તે લોકો જ્યાં સુધી તમામ ટેસ્ટ પાસ નથી કરી લેતા ત્યાં સુધી તેમનો પાસપોર્ટ પરત આપવામાં નથી આવી રહ્યાં. ભારતીય યાત્રીઓને બહાર આવવા દેવામાં નથી આવી રહ્યાં. લોકો પોલીસ પર બૂમો પાડી રહ્યાં છે અને કહી રહ્યાં છે કે અમને મારી નાંખો. ’

આ ટ્વીટ બાદ દિલ્હી એરપોર્ટે અથોરિટીએ પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટથી સોની રાજદાનને જવાબ આપતા કહ્યું કે, આ જૂનો વીડિયો છે. હવે એરપોર્ટ પર તમામ પ્રક્રિયાઓ સુવ્યવસ્થિત કરી દેવામાં આવી છે. સંચાલન સંપૂર્ણ રીતે સામાન્ય છે. તેના બાદ સોનીએ ટ્વિટ ડિલિટ કરી દીધું હતું અને માફી માંગી હતી.



તેના બાદ સોની રાજદાને માફી માંગતા લખ્યું કે, ‘આ વીડિયો માટી માફ કરો. હું એવી ઉમ્મીદ સાથે આમ કરી રહી છું કે આ પ્રક્રિયા સારી રીતે કરવામાં આવી છે. આરોગ્ય મંત્રાલય કૃપા કરીને ધ્યાન આપે. યાત્રીઓ પાસે બીજીવાર માંફી માંગું છું.’