કિશન રેડ્ડીએ કહ્યું કે, સરકાર નક્સલી હિંસા સામે લડવા માટે સતત પ્રયત્નો કરી રહી છે અને તેના કારણે જ નક્સલી હિંસાની ગતિવિધિઓમાં વર્ષ 2014ની સરખામણીએ વર્ષ 2019માં ઘણો ઘટાડો આવ્યો છે અને આ ઘટાડો 38 ટકાથી વધુ છે.
2015માં નક્સલી ઘટનાઓની સંખ્યા 1089 હતી જ્યારે 2016માં 1048, 2017માં 908, 2018માં 833 અને 2019માં આ સંખ્યા ઘટીને 670 થઈ છે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું કે, આ વર્ષે ફેબ્રુઆરી સુધી કુલ 123 નક્સલવાદની ઘટનાઓ સામે આવી છે.
નક્સલી હિંસામાં સુરક્ષાદળના જવાનોના મોતની સંખ્યામાં પણ ઘણો ઘટાડો આવ્યો છે. વર્ષ 2015 થી 2019 સુધીમાં ક્રમશ: 56, 65, 75, 67 અને 52 સુરક્ષાકર્મી નક્સલી ઘટનામાં શહીદ થયા હતા જ્યારે આ વર્ષના ફેબ્રુઆરી મહિના સુધી માત્ર 5 સુરક્ષાકર્મી શહીદ થયા છે.
કોરોનાવાયરસનો ચેપ છે કે નહીં તેની તપાસ માટે વપરાતી ગન શું છે ? કઈ રીતે કોરોનાના ચેપની ખબર પડે છે ?
ગૃહ રાજ્ય મંત્રીએ જણાવ્યું કે, 2015થી 2019 સુધીમાં 817 નક્સલવાદીઓ માર્યા ગયા છે અને આ વર્ષના ફેબ્રુઆરીના અંત સુધીમાં પાંચ નક્સલી અથડામણમાં માર્યા ગયા છે.