રક્ષા હોસ્પિટલના ડોક્ટર પ્રણવ કાબરાએ કહ્યું કે, ‘ગહના પ્રારંભિક સારવારમાં કોઈ રિસપોન્સ આપી રહી નથી. તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી છે. કે જેથી તેને પુરતો ઓક્સિજન મળી શકે. તેની હાલત અત્યારે ખૂબ જ ખરાબ છે. તેમને ઓબર્વેઝન હેઠળ રાખી છે.
અહેવાલ અનુસાર ગહના પ્રોપર ડાઈટ વિના સતત 48 કલાકથી શૂટિંગ કરી રહી હતી જેના કારણે તે બેભાન થઈ ગઈ. ડોક્ટર્સ અનુસાર, તે ડાયાબિટીસથી પણ પીડિત છે, તેનું બીપી ખૂબ લો છે. અમને કહેવામાં આવ્યું કે તેણે થોડું એનર્જી ડ્રિંક્સ લીધું છે. તે ડાયાબિટીઝ અને બીજી કેટલીક બીમારીઓ માટે દવાઓ પણ લેતી હતી. હજી સુધી તે જાણી શકાયું નથી કે તેણે કંઈ ખાધું તેનાથી કોઈ પ્રોબ્લેમ થયો છે કે કંઈ બીજું છે.
ગહના સાથે હોસ્પિટલમાં ગયેલા લોકોએ કહ્યું કે, અભિનેત્રી ફક્ત એનર્જી ડ્રિંક્સ જ લેતી હતી. તેણે 36 કલાક સુધી કંઈપણ ખાધું ન હતું. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ગહના હાલમાં વેબ સિરીઝ ડર્ટી ટોકમાં જોવા મળી હતી. તે સ્ટાર પ્લસના શો બહનમાં મુખ્ય ભૂમિકામાં હતી. 2012માં તેણે મિસ એશિયા બિકીની સ્પર્ધાનું ટાઈટલ પણ જીત્યું હતું. તેણે છેલ્લા 5 વર્ષમાં 30થી વધુ સાઉથ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.