Adipurush દીપિકા ચિખલિયાને સીતાનું પાત્ર ભજવી રહેલી કૃતિ સેનન અને આદિપુરુષના નિર્દેશક ઓમ રાઉતને મંદિરમાં ચુંબન કરવું પસંદ ન  આવ્યું. હવે તેણે આ મુદે કંઇક આવી પ્રતિક્રિયા આપી છે.


પ્રભાસ અને કૃતિ સેનનની ફિલ્મ 'આદિપુરુષ'ની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. રામાયણ પર આધારિત આ ફિલ્મમાં પ્રભાસ 'રામ' અને કૃતિ 'સીતા'નું પાત્ર ભજવી રહી છે. આ ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં તિરુપતિમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પછી ફિલ્મની સ્ટાર કાસ્ટ તિરુપતિ મંદિરમાં દર્શન માટે પહોંચી હતી. જ્યાં તેના ગુડબાય કિસથી વિવાદ સર્જાયો હતો. હવે રામાનંદ સાગરની રામાયણમાં સીતાનું પાત્ર ભજવનાર દીપિકા ચીખલિયાએ પણ આ મુદ્દે  પ્રતિક્રિયા આપી છે.


 રામાયણ તેના માટે માત્ર એક જ ફિલ્મ હશે


દીપિકાએ આજતક સાથેની વાતચીતમાં કહ્યું, 'આજના કલાકારો પાત્રમાં પ્રવેશતા નથી, તેની ભાવનાઓને સમજી શકતા નથી. મને લાગે છે કે, રામાયણ તેમના માટે માત્ર એક ફિલ્મ રહી હશે. કૃતિ આજની પેઢીની અભિનેત્રી છે અને તેણે ભાગ્યે જ તેમાં પોતાનો આત્મા નાખ્યો હશે. આજની પેઢીમાં કદાચ કોઈને ગળે લગાડવું કે ચુંબન કરવું એ એક મીઠી ચેષ્ટા ગણાશે, પરંતુ તેઓ ક્યારેય પોતાને સીતા માનતા નહિ હોય.


 'આજની ​​પેઢી પાત્રમાં આત્મને નથી રેડતી'


દીપિકાએ આગળ કહ્યું, 'મેં સીતાનું પાત્ર જીવ્યું છે, જ્યારે આજની અભિનેત્રી તેને માત્ર એક પાત્ર તરીકે ભજવે છે. ફિલ્મ પૂરી થઈ જાય પછી તેને તેની કોઈ પરવા નથી હોતી જ્યારે . અમારા જમાનામાં કોઈ અમારું નામ પણ લઇ ન શકતુ હતુ. ઘણા લોકો તો એટલુ રિસ્પેક્ટ આપતા કે,  ચરણ સ્પર્શ પણ કરવા દોડી આવતી. આદિપુરુષ પછી એ બધા બીજા પ્રોજેક્ટમાં વ્યસ્ત થઈ જશે અને ભૂલી જશે, પણ અમારી સાથે આવું ક્યારેય બન્યું નથી. જણાવી દઈએ કે ઓમ રાઉત અને કૃતિ સેનનનો એક કિસ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેને લઇને દીપિકા ચીખલિયાએ પ્રતિક્રિયા આપી હતી.