મુંબઈઃ TV સીરિયલ 'બડે અચ્છે લગતે હૈ'થી જાણીતી થયેલી એક્ટ્રેસ ચાહત ખન્ના ડિપ્રેશનમાં જતી રહી હતી. આ વાત તેણે ખુદ કહી છે. ડિપ્રેશનના કારણે તેણે પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ડિએક્ટિવેટ કરી દીધું હતું. તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં તેણે ડિપ્રેશન અંગે જણાવ્યું હતું.

એક ન્યૂઝ વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યૂમાં ચાહત ખન્નાએ કહ્યું, જો મને ડિપ્રેશન અંગે ખબર હોત તો મને અને મારા કાઉન્સિલરને તેની ઓળખ આસાન થઈ જાત. અમને ખબર નહોતી કે ડિપ્રેશન ક્યાંથી આવે છે અને ક્યાં ગાયબ થઈ જાય છે. મને આ અંગે વધારે જાણકારી નથી. પરંતુ હવે હું તેની સામે લડીને બહાર આવી છું. જે મારા માટે ખૂબ જ મુશ્કેલ અને ચેલેન્જિંગ બની રહ્યું. હું હવે લોકોને કહેવા માગુ છું કે આભાસી વિશ્વમાંથી બહાર નીકળો અને પોતાની જિંદગીમાં કઈંક કરો.

ચાહત ખન્નાએ કહ્યું, રિયલ કરવા માટે મેં વર્ચુઅલ વર્લ્ડ એટલે કે સોશિયલ મીડિયાથી અંતર જાળવ્યું. ત્યાં દરેક ચીજ ખૂબ સુંદર લાગે છે પરંતુ વાસ્તવિક દુનિયામાં આવું કંઈ હોતું નથી. હું હાલ પણ મારા કાઉન્સેલર સાથે સંપર્કમાં છું અને વીડિયો કોલ દ્વારા તેમની સલાહ લઉ છું.

ચાહતે ઠીક થયા બાદ સોશિયલ મીડિયા પર વાપસી કરી છે. તાજેતરમાં તેણે એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયો શેર કરીને સ્કૂલના દિવસોને યાદ કર્યા છે. તેણે એક ટિકટોક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં રાજ કપૂર અને નરગિસની ફિલ્મના ગીત જહાં મેં ચલી જાતી હૂં પર નાચી રહી છે.