સિક્રેટ સુપરસ્ટારમાં આમિરનો પહેલો લૂક આવ્યો સામે
abpasmita.in | 10 Sep 2016 11:03 PM (IST)

નવી દિલ્લીઃ બૉલીવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ પોતના લૂકને લઇને એક્સપેરિમેંટ કરતો હોય છે. હાલમાં જ તેણે પોતાની આવનારી ફિલ્મ 'સિક્રેટ સુપરસ્ટાર' નો નવો લૂક સામે આવ્યો છે. આમિરનો આ લૂક તદ્દન અલગ અને ફની છે. આ લૂકને જોઇને તમે પોતાની હંસી નહીં રોકી શકો. ફિલ્મ 'દંગલ' બાદ પોતના પૂર્વ મેનેજર અદ્વેત ચંદનની આવનાર ફિલ્મ 'સીક્રેટ સુપરસ્ટાર'માં નજર આવશે. અદ્વેતની ફિલ્મમાં તે કૈમિયો કરશે જેમા તે મ્યુઝિક કમ્પોઝરના રોલમાં નજર આવશે. ફિલ્મમાં મોનાલી ઠાકુર આમિર સાથે નજર આવી શકે છે. મોનાલી 15 વર્ષની સિંગરના રોલમાં નજર આવી શકે છે.