અમદાવાદઃ આર્મીના જવાન બધું છોડી બસ દેશની રક્ષા કરવાનું જ લક્ષ્ય રાખે છે પણ જો તેમનો જ પરિવાર સલામત ન હોય ત્યારે અનેક સવાલ ઉઠે છે. આવીં જ શર્મજનક ઘટના બની રાજધાની દિલ્લીમાં. આપણી સુરક્ષા માટે સરહદ પર તૈનાત રહેતા આર્મી જવાનના પત્નીની સાથે સાઉથ દિલ્લીના આયા નગરમાં છેડછાડની સાથે મારપીટ થઇ હતી.. શુક્રવારે રાત્રે જ્યારે પીડિતા પોતાના ઘરથી કોઇ લગ્ન સમારંભમાં ભાગ લેવા નીકળી તો તે જ વિસ્તારના કેટલાક બદમાશોએ તેને રોકી છેડછાડ કરી અને અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો. જેનો આ મહિલાએ વિરોધ કરતા આ યુવકોએ સ્કૂટીની ચાવી પણ આંચકી લીધી અને મારપીટ કરી હતી. આટલે થી ન અટકતા આ મહિલાને ઢસડીને સૂમસામ જગ્યા પર લઇ જવા લાગ્યા હતા. પરંતુ આ મહિલાએ મોકો જોઇને બહાદુરી અને સમજદારી દાખવી અને શોર મચાવ્યો. અને મહિલાની બહાદુરી એટલી કે બે યુવકોની પીટાઇ પણ કરી નાખી. અને આ બધી ચહલપહલથી ઘટના સ્થળે લોકો ભેગા થઇ ગયા હતી. અને પાલીસને જાણ કરાઇ હતી, ત્યારે પોલીસે 2 શખ્સોને ઝડપી લીધા છે જ્યારે 2 ફરાર થઇ ગયા હતા. પકડાઇ ગયેલા 2 યુવકોને આ મહિલાએ ઓળખી પણ લીધા છે.

જ્યા એક બાજુ આ પીડિતાનો પરિવાર આંચકામાં છે ત્યાં બીજી બાજુ રાજપૂતાના બટાલિયનના તૈનાત મહિલાના પતિ પણ આ ઘટનાથી ચોંકી ઉઠ્યા છે. પોલીસે 2 ને પકડી આ સમગ્ર મામલે ફરિયાદ નોંધી છે. જ્યારે એબીપી અસ્મિતાની ટીમે સાઉત દિલ્લીના ફતેહપુરી થાનાના એસએચઓ સાથે વાત કરી ત્યારે તેમનું કહેવું હતું કે તેમને આ મામલે વધારે કંઇ ખબર નથી કારણકે તેઓ એસીપીના પુત્રના જન્મદિન પાર્ટીમાં વ્યસ્ત હતા. હવે આવામાં આર્મીમેનની પત્નીની સુરક્ષાની જવાબદારી કોણ ઉપાડશે. કારણકે પોલીસના વર્તનથી પીડિતાનો પરિવાર પરેશાન છે. શું આ છે પોલીસની સંવેદશીલતા?