મુંબઈઃ વિતેલા પાંચ દાયકામાં અમિતાભ બચ્ચને સિનેમાના પડદે અનેક પ્રકારની ભૂમિકા ભજવી છે. પરંતુ હવે ટૂંકમાં અમિતાભ એક ફિલ્મમાં અમિતાભની જ ભૂમિકામાં જોવા મળશે. પરંતુ આ કોઈ હિન્દી ફિલ્મ નહીં હોય પરંતુ એક મરાઠી ફિલ્મ છે.


ફિલ્મનું નામ છે ‘એબી આણિ સીડી’. આ મરાઠી ફિલ્મમાં આમ તો મરાઠી અને હિન્દીના જાણીતા અભિનેતા વિક્રમ ગોખલે મુખ્ય ભૂમિકામાં છે, પરંતુ અમિતાભની એક નાનકડી પણ એક ખાસ ભૂમિકામાં જોવા મળશે જે વિક્રમ ગોખલેના મિત્ર તરીકે દર્શાવવામાં આવશે.



એબીપી ન્યૂઝ સાથે વાતચીત કરતાં ફિલ્મના ડાયરેક્ટર મિલિંદ લેલેએ જાણકારી આપી કે અમિતાભ બચ્ચન અને વિક્રમ ગોખલેની સાથે આ ફિલ્મનું શૂટિંગ મુંબઈમાં 20 મેના રોજ શરૂ થશે અને ફિલ્મમાં અમિતાભનું શૂટિંગ પાંચ દિવસમાં પૂરું કરી લેવામાં આવશે.