કપિલ શર્માએ પોતાના લગ્ન માટે બૉલીવુડની બે જ સેલિબ્રિટીને આપ્યું આમંત્રણ, જાણો કોણ છે આ બંને
કૉમેડિયન કપિલ શર્મા અને તેની ગર્લફ્રેન્ડ ગિન્નીના લગ્નના રિવાજો 10 ડિસેમ્બરથી શરૂ થશે, ત્યારબાદ 12મીએ સંગીતની મહેફીલ થશે. 14 ડિસેમ્બરે અમૃતસરમાં ગ્રાન્ટ રિસેપ્શન યોજાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઇઃ છેલ્લા થોડાક સમયથી કૉમેડિયન કપિલ શર્માના લગ્ન ચર્ચમાં છે. લગ્નની કંકોત્રીથી લગ્ન સ્થળ સુધીની ચર્ચા થઇ રહી છે. આ બધાની વચ્ચે હવે વાત છે કે કપિલના લગ્નમાં કોન-કોન સામેલ થશે. સુત્રો અનુસાર કપિલે પોતાના લગ્નમાં બૉલીવુડમાંથી માત્ર બે જ વ્યક્તિઓને આમંત્રણ આપ્યુ છે.
સુત્રો અનુસાર, કપિલ અને સીનિયર બચ્ચનની સાથે ખુબ નજીકના સંબંધો છે, વળી અમિતાભ પણ કપિલને ખુબ પસંદ કરે છે. તાજેતરમાં જ કેબીસીના સ્ટેજ પર સાથે દેખાયા હતા. ત્યારે કપિલે અમિતાભને લગ્નમાં આવવાનું આમંત્રણ આપી દીધુ હતુ. આવામાં બિગ બીએ ના નહતુ કહ્યું તેમને આમંત્રણ સ્વીકાર કરી લીધુ હતુ. સલમાન ખાનને પણ કપિલે ઇનવાઇટ કર્યો છે.
ચોંકાવનારી વાત એ છે કે કપિલના લગ્નમાં બૉલીવુડમાંથી વધારે લોકો નહીં આવે, કેમકે કપિલે અમિતાભ બચ્ચન અને સલમાન ખાન ઉપરાંત કોઇને પણ ઇનવાઇટ નથી કર્યા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -