આ વ્યક્તિના કહેવા પર KBCમાં અમિતાભ બચ્ચન બોલે છે ‘દેવિયોં ઔર સજ્જનોં’, એક-આક લાઈન પર રાખે છે ધ્યાન
કેબીસીને શરૂઆતથી જ ડાયરેક્ટર કરનાર અરૂણની ઓળખ ટીવી માટે અલગ પ્રકારના શો બનાવવા માટે જાણીતા છે. તેઓ અત્યાર સુધી ‘સત્યમેવ જયતે’, ‘સચ કા સામના’, ‘ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’, ‘નચ બલિએ’ અને ‘ઝલક દિખલાજા’ જેવા શાનદાર શો આપી ચૂક્યા છે. તેણે પોતાની કારકિર્દીમાં 100 ટીવી શો કર્યા છે.
મુંબઈઃ જાણીતા રિયાલિટી શો કૌન બનેગા કરોડપતિની 10 સીઝન આ સોમવારથી શરૂ થઈ રહી છે. બોલિવૂડ સ્ટાર અમિતાભ બચ્ચન આ શોને હોસ્ટ કરી રહ્યા છે અને તેના હોસ્ટ કરવાના અંદાજને કારણે પણ આ શો ખૂબ જ લોકપ્રિય છે. શોની શરૂઆતમાં અમિતાભ બચ્ચન જ્યારે પણ કહે છે, ‘દેવિયોં ઔર સજ્જનોં’, તો સમગ્ર સેટ તાળીઓથી ગુંજી ઉઠે છે.
એ વ્યક્તિનું નામ છે અરૂણ શેષકુમાર જે અમિતાભ બચ્ચનની દરેક લાઈનનું ધ્યાન રાખવાની સાથે સાથે આ શોમાં થનારી દરેક હલચલ પર નજર રાખે છે. ડાયલોગથી લઈને શોમાં કોઈપણ ફેરફાર કરવાના હોય, એ બધુ આ વ્યક્તિ જ નક્કી કરે છે. અરૂણ શેષકુમાર કેબીસીના ડાયરેક્ટર છે.
‘આઈયે શૂરુ કરતે હૈ યે અદ્ભૂત ખેલ જિસકા નામ હૈ કૌન બનેકા કરોડપતિ’ જેવા ડાયલોગ્સને કારણે અમિતાભ બચ્ચનનો આ શે દર્શકોના દિલો પર રાજ કરે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે કોના કહેવા પર અમિતાભ બચ્ચન આ બધા ડાયલોગ બોલે છે અથવા કોના કહેવા પર તે આ અંદાજમાં જોવા મળે છે. જો ન જાણતા હો તો અમે તમને આજે જણાવીએ છીએ.