સમલૈંગિકતા પર SCના નિર્ણયથી બોલિવૂડના આ ડાયરેક્ટર થયા ખુશ, કહ્યું 'આજે મને ગર્વ થઇ રહ્યો છે'
ભારતના સુપ્રીમ કોર્ટમાં સમલૈંગિકતાને અપરાધ માનવું કે ના માનવું તેને લઈ આજે સુનાવણી થઈ હતી જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું સજાતીય સંબંધ ગુનો નથી. બે પુખ્ત વ્યક્તિ મરજીથી સંબંધ બનાવે તે ગુનો ન કહેવાય. તેમણે કહ્યું છે કે લોકોએ જુની માન્યતામાંથી બહાર નીકળવું પડશે. સજાતિય સંબંધ ધરાવનારને સમાન અધિકાર મળવો જોઈએ. હાલના સમયમાં ભારતમાં સમલૈંગિક સંબંધ ગેરકાયદેસર છે. પરંતુ દુનિયાના 26 દેશ એવા છે, જેમણે ગત વર્ષોમાં સમલૈંગિકતાને લીગલ ગણાવી કાયદામાં સ્થાન આપ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકરણે એક તસવીર શેર કરીને લખ્યું છે કે, ઐતિહાસિક નિર્ણય, આજે મને ગૌરવનો અનુભવ થાય છે. સમલૈંગિકતાને અપરાધ મુક્ત કરવો અને કલમ 377ને ખત્મ કરવું એક મોટી વાત છે. દેશને આ નિર્ણયથી ઓક્સિજન મળ્યું છે.
નવી દિલ્હીઃ સમલૈંગિકતાને ગેરકાદેસર ગણાવતી આઈપીસીની કલમ 377ની માન્ય પર સુપ્રીમ કોર્ટે ગુરુવારે મહત્ત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. સમલૈંગિકતાને અપરાધ ગણાવતી ભારતીય દંડ સંહિતાની કલમ 377ની માન્યતા પર સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે કહ્યું કે, LGBTQ સમુદાયને પણ એક સરખો અધિકાર છે અને પાંચ સભ્યોની બંધારણીય બેન્ચે આઈપીસીની કલમ 377ને મનમાન્યો અને અતાર્કિક ગણાવતા રદ્દ કરી છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ બોલિવૂડના જાણીતા ફિલ્મ ડાયરેક્ટર કરણ ચોહરે ટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -