ટ્રોલરે અમિતાભ બચ્ચનના કેરળના ડોનેશન પર ઉઠાવ્યા સવાલ, મળ્યો જડબાતોડ જવાબ
નવી દિલ્હીઃ કેરળમાં ભયાનક પૂરને કારણે ત્યાંના લોકનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વિશ્વભરમાંથી લોકો અને સંસ્થાએ કેરળની મદદ માટે આગળ આવ્યા છે. આ મુશ્કેલ સમયમાં કેરળની મદદ માટે બોલિવૂડ સેલેબ્સ પણ આગળ આવ્યા છે. ઋતિક રોશનથી લઈને સુશાંત સિંહ રાજપૂત સુધી અનેક સ્ટાર પૂર પીડિતોની મદદ માટે ડોનેશન આપી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોંધનીય છે કે, કેરળની મદદ માટે અમિતાભે 51 લાખ રૂપિયાનું દાન આપ્યું છે. ઉપરાંત તેમણે કેટલીક પર્સનલ વસ્તુઓ પણ કેરળની મદદ માટે દાનમાં આપી છે. તેમાં તેમના 80 જેકેટ્સ, 25 પેન્ટ્સ, 20 શર્ટ, અનેક સ્કાર્વ્સ અને 40 શૂની જોડી આપી છે.
પરંતુ તેમ છતાં કેટલાક લોકોએ સ્ટાર દ્વારા આપવામાં આવતા ડોનેશનને લઈને સવાલ ઉઠાવતા જોવા મળ્યા છે. હાલમાં જ બિગ બીએ ટ્વિટર પર પોતાના એક રેકોર્ડિંગ સ્ટૂડિયોની તસવીર પોસ્ટ કરી છે. આ તસવીર તેના આગામી શો KBCના શૂટિંગ દરમિયાનની છે. તેની આ તસવીર પર અનેક ફેન્સના રિએક્શન આવ્યા પરંતુ એક ટ્રોલરે અમિતાભની આ તસવીર પર કમેન્ટ કરતાં સવાલ પૂછ્યું- ‘કેરળને ડોનેશન આપ્યું?’ અમિતાભે પણ આ ટ્રોલરને જડબાતોડ જવાબ આપ્યો. બિગ બીએ પણ સવાલ અંદાજમાં જ વળતો જવાબ આપતા કહ્યું કે, ‘હાં આપ્યું...તમને ખબર પડી ગઈ...તમે પણ આપ્યું?’
- - - - - - - - - Advertisement - - - - - - - - -