અઝહરુદ્દીનના ગોઆની રણજી ટીમમાં સમાવેશ સામે ગોઆના ક્યા જાણીતા ક્રિકેટરે કર્યો બળવો ? શું કર્યો વિરોધ ?
ગોઆ તરફથી રમતાં અને સૌથી વધારે વિકેટ લેનારા ડાબોડી સ્પિન બોલર શાદાબ જકાતીએ અસાઉદ્દીનની ટીમમાં પસંદગીને લઈ નારાજગી વ્યક્ત કરીછે. તેણે કહ્યું કે, અસાઉદ્દીન એકપણ રણજી મેચ રમ્યો નથી. તેને ભારતીય ટીમના પૂર્વ કેપ્ટનના દીકરો હોવાના કારણે ટીમમાં સ્થાન મળ્યું છે.
જીસીએ સચિવ દયા પાજીએ જણાવ્યું કે, અસાઉદ્દીન અઝહરનો દીકરો છે અને હવે તે ટીમનો હિસ્સો છે. અઝહરુદ્દીન ફ્રીમાં ટીમના સલાહકાર હશે. ભારતના પૂર્વ કેપ્ટનની સલાહ મળવી ટીમ માટે ઘણી ફાયદાકારક સાબિત થઈ શકે છે. અસાઉદ્દીન ગેસ્ટ પ્લેયરની જેમ ટીમ સાથે જોડાયો છે. અમે તેને એક પણ રૂપિયો નહીં ચુકવીએ. અમે રૂપિયાની તંગીમાંથી પસાર થઈ રહ્યા છે અને તેથી અમે આ રસ્તો પસંદ કર્યો.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના જાણીતા બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનના પુત્ર અસાઉદ્દીનની ગોવાની રણજી ટીમમાં પસંદગી થઈ છે. ગોઆ ક્રિકેટ સંઘ (જીસીએ)ના અધિકારી દ્વારા આ જાણકારી આપવામાં આવી હતી. ગોવા માટે સૌથી વધારે વિકેટ લેનારા સ્પિનર શાદાબ જકાતીએ અસાઉદ્દીનના ટીમમાં સમાવેશ લઈને નારાજગી વ્યક્ત કરી છે.
જકાતીએ કહ્યું, આ ગોઆ છે. અહીંયા તમારું સ્વાગત છે. ગોઆના ખેલાડીઓનું શું ? અમે પણ સંઘર્ષ કરી રહ્યા છીએ. અમે પણ આકરી મહેનત કરીએ છીએ. અમે પણ ગોવા વતી રમવા માંગીએ છીએ.
જકાતીએ એમ પણ કહ્યું કેસ તેની ઉંમર 28 વર્ષ છે અને હજુ સુધી એકપણ રણજી મેચ કે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મેચ રમ્યો નથી. તે તેના રાજ્યવતી છેલ્લી મેચ 2009માં રમ્યો હતો. તેણે ઉત્તર પ્રદેશ સિવાય અન્ય રાજ્યોમાંથી પણ રમવાની કોશિશ કરી પરંતુ મોકો ન મળ્યો.