BMCએ ગેરકાયેદસર બાંધકામ મુદ્દે અમિતાભ બચ્ચને ફટકારી નોટિસ
5 જાન્યુઆરીનાં રોજ અમિતાભ તરફથી આર્કિટેક્ટ શશાંક કોકિલે જવાબ દાખલ કર્યો અને આ નિર્માણને મંજૂરી આપવાની અપીલ કરી હતી, પરંતુ MCGM દ્વારા 11 એપ્રિલે આ અપીલ ફગાવી દેવામાં આવી હતી. MCGMએ અમિતાભને મોકલેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે “ગેરકાયદેસર નિર્માણને તેઓ પોતે હટાવે નહીંતર અમે હટાવી દઈશું. આદેશનું પાલન ન કરવા અંગે તેમના વિરૂદ્ધ નિયમ અંતર્ગત કાર્યવાહી થઈ શકે છે.”
ગલગલીનો દાવો છે કે આ બંગલામાં મ્યુન્સિપલ કોર્પોરેશનના નિયમો વિરૂદ્ધ બાંધકામ કરવામાં આવ્યું છે. ડિસેમ્બરમાં પણ અમિતાભને આપવામાં આવી હતી નોટિસ. ગલગલીના જણાવ્યા મુજબ, “અમિતાભને આ સંબંધે ગત વર્ષે 7 ડિસેમ્બરે પણ નોટિસ આપવામાં આવી હતી. તેઓને આ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાનું કહેવામાં આવ્યું હતુ.”
ન્યૂઝ એજન્સીએ RTI એક્ટિવિસ્ટ અનિલ ગલગલીના હવાલાથી આ જાણકારી આપી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે ગલગલીએ મ્યુન્સિપલ કોર્પોરેશન ઓફ ગ્રેટર મુંબઈ(MCGM)ના પી સાઉથ વોર્ડ ઓફિસથી આ જાણકારી પ્રાપ્ત કરી છે. તેઓએ આ આધારે જ જણાવ્યું કે અમિતાભના નામે ગોરેગાંવ (ઇસ્ટ) ઓબરોય સેવન, બિલ્ડિંગ નંબર-2ની વિંગ-5માં એક બંગલો છે.
મુંબઈઃ બીએમસીએ બોલિવુડ અભિનેતા અમિતાભ બચ્ચને મહારાષ્ટ્ર રીજનલ એન્ડ ટાઉન પ્લાનિંગ અંતર્ગત કથિત ગેરકાયદેસર બાંધકામ મુદ્દે નોટિસ ફટકારી છે. આ નોટિસ ગોરેગાંવમાં તેના નવા બંગલા ‘પ્રતીક્ષા’ને લઈને જારી કરવામાં આવી છે. અહેવાલ અનુસાર અમિતાભના પરિવારે બંગલાની જમીનનો એક ભાગ રસ્તો પહોળો કરવા માટે સરન્ડર કરવો પડશે.