ગુજરાત ચૂંટણી 2017: જાણો આ વખતે શું હશે નવું? મતદારોને મળશે આ સુવિધાઓ
તમામ બેઠકો પર એક પોલિંગ બૂથ પર મહિલા સ્ટાફ રહેશે. 182 પોલિંગ બૂથ પર સંપૂર્ણપણે મહિલા સ્ટાફ તહેનાત રહેશે. મતદાન કેન્દ્ર પર 100 ટકા રેમ્પ લગાવવામાં આવશે. ઇવીએમ વિશે જાણકારી માટે ગુજરાતી ભાષામાં ગાઇડલાઇન અપાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની 182 સીટો પરની ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ગઈ છે. ગુજરાત વિધાનસભા ચુંટણી બે તબક્કમાં થશે. પહેલા તબક્કાનું મતદાન 9 ડિસેમ્બર(89 વિધાનસભા સીટો માટે) અને બીજા તબક્કાનું મતદાન 14 ડિસેમ્બર(93 વિધાનસભા સીટો માટે)ના રોજ થશે. મતગણતરી 18 ડિસેમ્બરના રોજ કરવામાં આવશે. ગુજરાતમાં આ વખતે 50,128 પોલિંગ બૂથ બનાવવામાં આવ્યા છે. ગોવા પછી હિમાચલ પ્રદેશ અને ગુજરાત એવા રાજ્ય હશે જ્યાં ઈલેક્શનમાં વીવીપેટ મશીનોનો ઉપયોગ કરવામાં આવશે. જોકે આ વખતે મતદારો અને ઉમેદવારો માટે ચૂંટણીમાં ઘણું નવું હશે, વાંચો આગળ ચૂંટણીમાં શું શું નવું હશે....
ઉમેદવારો અને રાજકીય પક્ષો માટે સુવિધા એપ રહેશે. આ એપના માધ્યમથી ચૂંટણી રેલી માટેની મંજૂરી મેળવી શકાશે. ઇ-પેમેન્ટ ગેટવે બનશે. જેથી ચૂંટણી સ્ટાફ તથા વાહનો માટેનું પેમેન્ટ યોગ્ય સમયે કરી શકશે. બલ્ક એસએમએસ, મેસેજીસ પણ જાહેરખબર ગણાશે જેના માટે અગાઉથી ચૂંટણી પંચની પરવાનગી લેવી પડશે.
ઉમેદવાર એફીડેવીટમાં કોઈ પણ કોલમ ખાલી રાખી શકશે નહીં. જો આમ કરશે તો ઉમેદવારી રદ પણ થઈ શકે છે. પ્રત્યેક ઉમેદવાર વધુમાં વધુ 28 લાખ રૂપિયા ખર્ચ કરી શકશે. ચૂંટણી ખર્ચ માટે અલગ બેન્ક અકાઉન્ટ ખોલાવવું પડશે. ઉમેદવારીની નોંધણી, પ્રચાર સહિતની ગતિવિધિનું વીડિયો રેકોર્ડિંગ કરાવવામાં આવશે.
આ વખતે ચૂંટણીમાં વીવીપેટનો (VVPAT)ઉપયોગ થશે. મત આપ્યા બાદ તેમાં એક ચબરખી નીકળશે. તેમાં જે ઉમેદવારને વોટ આપ્યો હોય તેનું નામ અને ચૂંટણી ચિહ્ન છપાયેલું રહેશે. ઇવીએમ સાથે જોડાયેલી સ્ક્રીન પર સાત સેકન્ડ સુધી ચબરખી રહેશે. લોકોની સુવિધા માટે સમાધાન નામની એપ રહેશે. તેના પર ચૂંટણીને લગતી ફરિયાદ કરી શકાશે. લોકો ફોટો, વીડિયો પણ અપલોડ કરીને ફરિયાદ કરી શકશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -