અમિતાભ બચ્ચને અંગદાન કરવાના લીધા શપથ, ગ્રીન રિબન સાથે શેર કરી તસવીર
એબીપી અસ્મિતા વેબ ટીમ | 30 Sep 2020 04:43 PM (IST)
મહાનાયક અમિતાભ બચ્ચને મોટો ખુલાસો કર્યો છે. બિગ બીએ પોતાના અંગ દાન કરવાના શપથ લીધા છે.
મુંબઈ: મહાનાયક અમિતાભ બચ્ચને મોટો ખુલાસો કર્યો છે. બિગ બીએ પોતાના અંગ દાન કરવાના શપથ લીધા છે. તેની જાણકારી તેમણે સોશિયલ મીડિયા પર આપી છે. તેમણે ટ્વિટર પર ‘કૌન બનેગા કરોડપતિ’ સેટ પરથી પોતાની એક તસ્વીર શેર કરી છે. જેમાં સૂટ પર લીલા રંગનું રિબન પણ લગાવેલું છે. બિગ બી સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે. તેઓએ ટ્ટિટ કરીને આ લીલા રંગના રિબનનું મહત્વ પણ જણાવ્યું છે. તેમણે અંગ દાન કરવાના શપથ લીધી છે. તેમણે લખ્યું કે, “હું અંગદાન કરવાની શપથ લઉં છું. તેના માટે મેં ગ્રીન રિબન પહેર્યું છે. ” ઉલ્લેખનીય છે કે, ગ્રીન રિબન ઓર્ગેન ડોનેટ કરવાની શપથ લેનારા પહેરે છે. બિગ બીના આ નિર્ણયની પ્રશંસકો પ્રશંસા કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, અમિતાભ બચ્ચનનો લોકપ્રિય શો ‘કૌન બનેગા કરોડપતિ’ની 12મી સીઝન શરુ થઈ ગઈ છે અને 28 સપ્ટેમ્બરથી ઑનએર છે. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ