નવી દિલ્હીઃ સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ મંગળવારે મળેલી હાર બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટનને બમણો ફટકો લાગ્યો છે, કેપ્ટન શ્રેયસ અય્યરને હૈદરાબાદ વિરુદ્ધ રમાયેલી મેચમાં સ્લૉ ઓવર રેટનો દોષી ઠેરવવામાં આવ્યો છે. આમ તો શ્રેયસ અય્યર વિરુદ્ધ આ સ્લૉ ઓવર રેટનો પહેલો મામલો છે એટલા માટે તેના પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આમ અય્યરને એક બાજુ મેચની હાર અને બીજી બાજુ દંડ એમ બમણા ફટકા લાગ્યા છે.


આઇપીએલ અધિકારીઓ તરફથી શ્રેયસ અય્યર પર દંડ ફટકારવાની જાણકારી આપવામાં આવી છે, નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ આઇપીએલના કૉડ ઓફ કન્ડક્ટને તોડવાનો પહેલો મામલો સ્લૉ ઓવર રેટ સાથે જોડાયેલો છે. કેપ્ટન અય્યર પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે.

શ્રેયસ અય્યર જોકે આઇપીએલ સિઝન 13માં પહેલો કેપ્ટન નથી જેના પર સ્લૉ ઓવર રેટના કારણે દંડ ફટકારવામાં આવ્યો છે. રૉયલ ચેલેન્જર્સ બેગ્લોરના કેપ્ટન વિરાટ કોહલી પર પણ સ્લૉ ઓવર રેટના કારણે 15 લાખ રૂપિયાનો દંડ થઇ ચૂક્યો છે.

દિલ્હી કેપિટલ્સને ટૂર્નામેન્ટમાં પહેલી હારનો સામનો કરવો પડ્યો છે, સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુ્દ્ધ દિલ્હી કેપિટલ્સને જીત માટે 163 રનોનુ લક્ષ્ય મળ્યુ હતુ. પરંતુ દિલ્હીની ટીમ નિર્ધારિત ઓવરોમાં 7 વિકેટના નુકશાન પર 147 રન જ બનાવી શકી. આ હાર બાદ દિલ્હીએ પૉઇન્ટ ટેબલમાં પહેલા નંબરની પૉઝિશન ગુમાવી દીધી છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ