બોલિવૂડના આ સ્ટાર એક્ટરે કર્યો મોટો ખુલાસો, કહ્યું- “બાલા સાહેબ ના હોત તો જીવતો ના હોત”
બીગ બીએ જણાવ્યું કે, “બાલા સાહેબ ઠાકરે મારી બહુ જ નજીક હતા અને હું તેમની ઘણી જ ઇજ્જત કરતો હતો.’ બાલા સાહેબ ઠાકરે જયા બચ્ચનને પોતાની દીકરી માનતા હતા. અમિતાભ બચ્ચને તેમની અને બાલા સાહેબ ઠાકરેની દોસ્તીનાં ઘણા કિસ્સાઓ કહ્યા હતા. બાલા સાહેબ ઠાકરેનાં સંબંધો બોલીવુડ સ્ટાર્સ સાથે ઘણા સારા રહ્યા. ઉલ્લેખનીય છે કે ફિલ્મનું ટ્રેલર રીલીઝ થતા જ વિવાદોમાં છે. આ ફિલ્મ 25 જાન્યુઆરીનાં રોજ રીલીઝ થઈ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમિતાભ બચ્ચને જણાવ્યું કે, “કુલીનાં શૂટિંગ દરમિયાન તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. હાલત એટલી ખરાબ હતી કે તેમને તરત જ હૉસ્પિટલ લઇ જવાનાં હતા. તે દિવસે મુંબઈનું વાતાવરણ ખરાબ હતુ, જેના કારણે એમ્બ્યુલન્સ તેમના સુધી પહોંચી શકતી નહોતી. એ વખતે તેમની મદદ શિવસેનાની એમ્બ્યુલન્સે કરી હતી જેણે બાલા સાહેબ ઠાકરેએ ઉપલબ્ધ કરાવી હતી.” અમિતાભ બચ્ચને કહ્યું કે, “બાલા સાહેબ ઠાકરેએ મારી ત્યારે મદદ કરી જ્યારે મારે સૌથી વધારે જરૂર હતી. જો તે વખતે તેમણે મારી મદદ ના કરી હોત તો આજે હું જીવતો ના હોત.”
નવી દિલ્હીઃ નવાઝુદ્દીન સિદ્દીકીની આગામી ફિલ્મ ‘ઠાકરેએ પોતાની રિલીઝ પહેલા જ ધૂમ મચાવી દીધી છે. શિવસેના સુપ્રીમો બાલા સાહેબ ઠાકરેના જીવન પર બનેલ આ ફિલ્મમાં તેના જીવન સાથે જોડાયેલ અનેક કિસ્સા બતાવવામાં આવશે. બાલા સાહેબ હંમેશા બોલિવૂડની નજીક રહ્યા છે. તે ઘણી વખત એક્ટર્સની પાર્ટીઓમાં જોવા મળતા હતા. મુંબઈમાં ઠાકરેનું ટીઝર લોન્ચ થયું. આ અવસર પર હાજર રહેલ અમિતાભ બચ્ચને પોતાના અને બાલા સાહેબ ઠાકરેના સંબંધને લઈને અનેક વાતો શેર કરી. અમિતાભે કહ્યું કે, આજે બાલા સાહેબને કારણે જ જીવીત છું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -