હરભજન સિંહે તેના આલીશાન બંગલો પર ફેરવી દીધું બુલડોઝર, કારણ જાણીને ચોંકી જશો, જાણો વિગત
હરભજન સિહેં આ મકાન ફિલ્મ અભિનેત્રી ગીતા બસરા સાથે લગ્ન કરતાં પહેલા તૈયાર કરાવ્યું હતું. તેના નકશાથી લઈ અન્ય તમામ કામો પર લાખો રૂપિયાનો ખર્ચ કર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહરભજને ઘણી મહેનત કરીને સપનાનો મહેલ તૈયાર કર્યો હતો. હવે તે ફરીથી આ જગ્યા પર નવી રીતે ઘર બનાવશે. હરભજને મકાન કેમ તોડી પાડ્યું તે અંગેનો ખુલાસો કરતાં જણાવ્યું કે, આ બંગલામાં ઉધઈ લાગી ગઈ હતી. આ કારણે ઈંટો નબળી પડી ગઈ હતી. સુરક્ષાના કારણોને ધ્યાનમાં રાખીને મકાન તોડવામાં આવ્યું છે. વાસ્તુ દોષ જેવી કોઈ વાત નથી.
જાલંધરઃ ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર હરભજન સિંહે કિડાથી પરેશાન થઈને તેના આલીશાન મકાન પર બુલડોઝર ફેરવી દીધું છે. જાલંધરના નઈ બારાદરીમાં પિમ્સ હોસ્પિટલની નજીક આવેલું ભવ્ય મકાન હરભજને તોડાવી નાંખ્યું છે. વાસ્તુદોષના કારણે તેણે આમ કર્યું હોવાની પણ ચર્ચા થઈ રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -