ચૈન્નાઇઃ બૉલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન બૉલીવુડમાં પોતાની સફળ કેરિયરના 50 વર્ષ પુરા કરી ચૂક્યા છે. 15 ફેબ્રુઆરી, 1969થી અમિતાભ બચ્ચને પહેલી ફિલ્મ સાત હિન્દુસ્તાની ફિલ્મ જગતમાં પગ મુક્યો હતો. જોકે, કોઇને ખબર નથી કે અમિતાભ બચ્ચનની સફળતા પાછળ કોન છે તેમના ગુરુ. હવે આટલા વર્ષો બાદ અમિતાભ બચ્ચને પહેલીવાર પોતાના ગુરુનુ નામ બતાવ્યુ છે.

બૉલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને પોતાને સાઉથના દિવગંત સુપરસ્ટાર શિવાજી ગણેશનનો શિષ્ય ગણાવ્યો છે. અમિતાભે 'ઉયાબ્થા મનિથન'ની સાથે પોતાના તામિલ ડેબ્યૂ માટે તૈયાર છે. 76 વર્ષના અભિનેતાએ બુધવારે ટ્વીટર પર 'ઉયાબ્થા મનિથન' પાસેથી એક તસવીર શેર કરી. આ તસવીરમાં તે અને અભિનેતા-ફિલ્મ નિર્માતા એસજે સૂર્યા એક દિવાલની પાસે ઉભા છે જેના પર ગણેશનની તસવીર છે.


બિગ-બીએ આ તસવીરનું શિર્ષક આપ્યુ છે, "માસ્ટર-શિવાજી ગણેશન- ની છત્રછાયામાં બે શિષ્ય સર્યા અને હું. શિવાજી તામિલ સિનેમાના લેજેન્ડ. તેમની તસવીર દિવાળ પર શોભેલી છે. અવિશ્વસનીય પ્રતિભાવાન કલાકાર. તેમનુ આદર અને સન્માન કરુ છુ. હું તેમના પગે લાગું છું."