વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અડવાણીના બ્લોગના વખાણ કરતા ટ્વિટર પર બ્લોગની લિંક પણ શેર કરી છે. મોદીએ ટ્વિટ કર્યું કે, ‘અડવાણીજીએ સાચા શબ્દોમાં ભાજપનો યોગ્ય મતલબ સમજાવ્યો છે. ખાસ કરીને, દેશ પહેલા, પછી પાર્ટી અને છેલ્લા હું સ્વયં’ના પથ પ્રદર્શક મંત્રને બતાવ્યો છે. મને બીજેપી કાર્યકર્તા હોવાનો ગર્વ છે અને ગર્વ છે કે એલ.કે. અડવાણીજી જેવા મહાન લોકોએ પાર્ટીને મજબૂત કરી છે.’
પોતાના બ્લોગમાં અડવાણીએ લખ્યું છે કે, "ભારતીય લોકતંત્ર વિવિધતા અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું સન્માન કરે છે. જે અમારા વિચારોથી સહમત નથી થયા તેને ભાજપે ક્યારેય પોતાનો રાજકીય દુશ્મન ગણ્યા નથી. તેમજ માત્ર વિરોધી તરીકેની નજરથી જોયા છે. આવી જ રીતે જ્યાં સુધી રાષ્ટ્રવાદનો સવાલ છે અમે ક્યારેય પણ એવા લોકોને એન્ટી નેશનલ નથી કહ્યાં જે અમારા રાજનીતિક વિચારો સાથે સહમત નથી હોતા. પાર્ટીએ દરેક નાગરિકને પોતાના વિચારો રાખવાની આઝાદી આપી છે ભલે તે ખાનગી સ્તરે હોય કે પછી રાજનીતિક મંચ પર.