76 વર્ષના અમિતાભ બચ્ચને એક ચેનલના કાર્યક્રમમાં જણાવ્યું, “વ્યક્તિએ પોતાના શરીરનું રેગ્યુલર ચેકઅપ કરાવવું જોઈએ.” પોતાનું ઉદાહરણ આપીને તેમણે કહ્યું કે મને ખબર પડી ગઈ હતી કે મારું લિવર 75 ટકા ખરાબ થઈ ગયું છે અને હું 25 ટકા લિવરના સહારે જીવી રહ્યો છું. મને ટ્યૂબર્ક્યુલોસિસ (TB)ની તકલીફ છે, બીજી પણ ઘણી તકલીફો છે. બચ્ચને આગળ કહ્યું કે, બીમારીઓની તકલીફ સમય પહેલા ખબર પડી જાય તો તેની સારવાર શક્ય છે.
જણાવી દઈએ કે અમિતાભ બચ્ચન આજે પણ તેમની ઉંમર પ્રમાણે એકદમ ફીટ લાઈફ જીવી રહ્યા છે. તેમણે જણાવ્યું કે તેમને કેટલીક તકલીફો છે છતાં તેઓ બોલિવૂડમાં પણ એકદમ એક્ટિવ છે. આ બીમારીઓ તેમના પર ક્યારેય હાવી થતી નથી દેખાઈ. તેઓ સતત ફિલ્મોમાં પણ જોવા મળે છે.
અમિતાભ બચ્ચન આ સીવાય પણ ઘણી સમસ્યાઓ છે. જેમ કે તેમણે હાલમાં જ KBCમાં કહ્યું હતું કે, તેમનો જમણો હાથ ઉંચો થતો નથી. તેમને ખભામાં ઇજા થયા બાદથી તેમને આ સમસ્યા છે. ખભાની ઇજાને કારણે તેઓએ તેમનાં બધા જ કામ ડાબા હાથે કરે છે. તેમને કરવા પડે છે. હાલમાં બિગ બી 'ગુલાબો સિતાબો' શૂટિંગ પૂર્ણ થઇ ગઇ છે. જ્યારે તેઓની 'ઝંડુ' અને 'ચેહરે' પર કામ કરી રહ્યાં છે. આ વર્ષનાં અંત સુધીમાં બિગ બીની રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથેની 'બ્રહ્માસત્ર' રિલીઝ થઇ જશે.