અમિતાભ બચ્ચનનો કોરોનાની મહામારીમાં લોકોની મદદ કરવાનો સિલસિલો યથાવત છે. થોડા સમય પહેલા અમિતાભ બચ્ચને દિલ્લીમાં  રકાબગંજ ગુરૂદ્વારામાં  400 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરાવવા માટે મદદ કરી હતી. આ કોવિડ કેસ સેન્ટર માટે અમિતાભ બચ્ચને 2 કરોડની ધનરાશિ આપી હતી. ગત સપ્તાહમાં જ ઓ કોવિડ સેન્ટર શરૂ કરાયું હતું. સદીના મહાનાયક અમિતાભ બચ્ચને હવે મુંબઇમાં પણ કોવિડ કેર સેન્ટર શરૂ કરવા માટે ધનરાશિ આપી છે. 



અમિતાભ બચ્ચને મુંબઇમાં રિતમ્બરા વિદ્યાપીઠ નામની સ્કૂલ અને કોલેજમાં 25 બેડની કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં મદદ કરી છે. હોસ્પિટલ શરૂ કરવા માટે જરૂરી મેડિકલ ઉપકરણ વસાવવા સહિતના ખર્ચ માટે અમિતાભ બચ્ચનને આર્થિક સહાયતા કરી હતી. બુધવારે આ હોસ્પિટલ શરૂ થઇ જશે. જરૂર જણાશે તો પાંચ બેડ વધારીને 30 બેડની હોસ્પિટલ કરી દેવાશે. આ કોવિડ સેન્ટર બે વોર્ડમાં વહેંચી દેવાયું છે. જેમાં જુદા જુદા લક્ષણો ધરાવતાં દર્દીનો ઇલાજ થશે. 


રિતમ્બરા વિદ્યાપીઠ નામની સ્કૂલ અને કોલેજમાં 25 બેડની શરૂ થયેલ  હોસ્પિટલમાં ઓક્સિજન બેડની પણ સુવિધા છે. અહીં ઓક્સિજન માટે સિલિન્ડર અને કંસંટ્રેટરોની પુરી વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં દાખલ થનાર દર્દીને મફત પોષ્ટિક ભોજન મળશે. ઉપરાંત હોસ્પિટલમાં વિના મુલ્યે મેન્ટલ હેલ્થ કાઉન્સિલિંગ અને ફિથિયોથેરેપીની વ્યવસ્થા પણ હશે. 


ઋતુમ્બરા વિદ્યાપીઠ સંઘવી કોલેજ પરિસરનો જ ભાગ છે. તેના ટ્રસ્ટી ઉમેશ સંઘવીએ કહ્યું કે,"અહીં આવનાર દર્દીઓ માટે મોટાભાગને સેવા નિશુલ્ક છે. દરેક દર્દીને સારી સારવાર મળે અને તેના પરિજનોને પણ કોઇ અસુવિધાનો સામનો ન કરવો પડે તેનું ખ્યાલ રાખવાાં આવ્યું છે. હું અમિતાભ બચ્ચનનો આભાર માનું છું., જેમણે આ કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં અમારી મદદ કરી, જેથી આ ઉમદા કાર્ય શક્ય બન્યું"


ઉલ્લેખનિય છે કે, આ કોવિડ કેરની સ્થાપનામાં ફિલ્મ નિર્માતા આનંદ પંડિતે પણ યોગદાન આપ્યું છે. આનંદ પંડિત અમિતાભ બચ્ચનનના નજીકના સારા મિત્ર છે. તેમણે ફિલ્મ ચહેરેમાં પણ બિગ બી સાથે મુખ્ય ભૂમિકા અદા કરી છે. કોરોન અને લોકડાઉનના કારણે ફિલ્મ ચહેરેનું રિલીઝ બે વખત અટકી ગયું છે.