અમરેલી:  વાવાઝોડું પસાર થયા બાદ અમરેલી જિલ્લામાં પડેલા અનરાધાર વરસાદના કારણે શેત્રુંજી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. સમગ્ર જીલ્લામાં ભારે વરસાદથી શેત્રુંજી નદી બે કાંઠે વહેતી થઈ છે. જેના કારણે નદી કાંઠે આવેલા ગામોમાં ભારે ખાનાખરાબી થઈ છે અને ખેતરોમા લહેરાતા ઉભા પાકનો સોથ વળી ગયો છે.


વાવાઝોડાની અસરના પગલે રાજ્યમાં 188 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ અમરેલીના બગસરા માં 8 ઇંચ વરસાદ ખબાક્યો છે. સાવરકુંડલામાં સાત ઈંચ, અમરેલી શહેરમાં સવા પાંચ ઈંચ, રાજુલામાં પાંચ ઈંચ, ખાંભામાં પાંચ ઈંચ, બાબરામાં પાંચ ઈંચ,   ધારીમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. અમરેલીના ધારીના ખોડિયાર ડેમમાં 18 હજાર ક્યુસેક પાણીની આવક થતાં આઠ દરવાજા ખોલવામાં આવ્યા છે.


ઉના હાઈવે બંધ થતાં લોકો પરેશાન


વાવાઝોડાના કારણે ઉના-સુત્રાપાડા હાઇવે બંધ થયો છે. હજુ રસ્તાઓ બંધ છે. દૂધ સહિતની જીવન જરૂરી વસ્તુઓને લઈ લોકો પરેશાન થયા છે. ઉના શહેરનો સંપર્ક કપાયો છે. ઉના વેરાવળ હાઈવે પર અનેક વૃક્ષો ધરાશાયી થયા છે. જેના કારણે બે એમ્બ્યુલન્સ ફસાઈ છે.


ગુજરાતના કયા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે?


૧૮ મે: ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દીવ, સુરેન્દ્રનગર, બોટાદ, જુનાગઢ, રાજકોટ, અમદાવાદ, આણંદ,ખેડા, વલસાડ, નવસારી, સુરત, ભરૃચ, દમણ, દાદરા નગર હવેલી, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, પોરબંદર, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર,


૧૯ મે: અમદાવાદ, ગાંધીનગર આણંદ, ભાવનગર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, ગીર સોમનાથ, દીવ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લી, મહીસાગર, ખેડા, સુરત, ભરૃચ, વડોદરા.


અમદાવાદ પર વાવાઝોડાનો ખતરો, બપોરે કેટલા વાગ્યે અમદાવાદની સાવ નજીકથી પસાર થશે વાવાઝોડું ? 


Cyclone Taukta:  સૌરાષ્ટ્રના આ મોટા શહેરમાં 8 ઈંચ વરસાદથી પાણી જ પાણી, જાણો ક્યાં ક્યાં ખાબક્યો વરસાદ


Cyclone Tauktae: પાલીતાણામાં મકાનનું છાપરું પડતાં પિતા-પુત્રીના કરૂણ મોત, જાણો વિગત