બોલિવૂડ:સદીના મહાનાયક અમિતાભ બચ્ચને શનિવારે બ્લોગ લખ્યો હતો. બ્લોગમાં લખ્યું હતું કે, ‘મેડીકલ કન્ડીશન સર્જરી, બસ આટલું જ લખી શકીશ’ તેમના આ બ્લોગ બાદ બોલિવૂડ જગતની હસ્તીઓ સહિત તેમના ફેન્સ ચિંતામાં પડી ગયા હતા. ફેન્સે તેમની તંદુરસ્તી માટે દુવા કરવાનું શરૂ કરી દીધું હતું. બિગ બીએ  આ માટે ફેન્સનો આભાર માન્યો છે અને એક લાંબી ઇમોશનલ પોસ્ટ લખી હતી.

ફેન્સનો પ્રેમ જોઇને અમિતાભ થયા ઘાયલ

અમિતાભ બચ્ચને ફેન્સનો આભાર માનતા લખ્યું કે, મારી ચિંતા, મારા માટે પ્રાર્થના કરવા માટે આભાર. આ સાથે બિગ બીએ એક તેમની તસવીર પણ પોસ્ટ કરી છે.

અમિતાભ બચ્ચનની મોતિયાબિંદની સર્જરી

અમિતાભ બચ્ચનની મોતિયાબિંદની સર્જરી થઇ છે. આ સર્જરીની પુષ્ટી ખુદ બિગ બીએ પણ કરી છે. અમિતાભ બચ્ચને ફેન્સનો આભાર માનવાની સાથે સર્જરીની સમગ્ર વાત પણ નોટમાં લખી છે.



બહુ જલ્દી ફિલ્મોમાં જોવા મળશે

વર્કફ્રન્ટની વાત કરીએ તો અમિતાભ બચ્ચન અનેક ફિલ્મોમાં જોવા મળશે. એક તેમની ફિલ્મ ચેહરે 30 એપ્રિલે રીલિઝ થઇ રહી છે. જેમાં અમિતાભ બચ્ચન સાથે ઇમરાન હાસમી ક્રિસ્ટલ ડિસૂજા જોવા મળશે, ત્યારબાદ તેઓ અજય દેવગણની ફિલ્મ મેડેની શૂટિંગ પણ પૂરુ થવાના આરે છે. ઉપરાંત બ્રહ્માસ્ત્ર, ઝુંડમાં પણ બિગ બી જોવા મળશે.