એક ડિસેમ્બર પહેલા એલપીજી સિલિન્ડરની કિંમત 594 રૂપિયા હતી પરંતુ 1 ડિસેમ્બરે 50 રૂપિયાનો વધારો થયો હતો. ત્યારબાદ અત્યાર સુધીમાં 225 રૂપિયાનો વધારો થયો છે. 16 ફેબ્રુઆરીએ એલપીજીની કિંમત 50 રૂપિયા વધારવામાં આવી હતી અને સિલિન્ડર 694 રૂપિયા થઈ હતી. 4 ફેબ્રુઆરીએ કરવામાં આવેલા ભાવ વધારા બાદ કિંમત 719 રૂપિયા થઈ હતી. 15 ફેબ્રુઆરીએ 769 રૂપિયા થઈ અને 25 ફેબ્રુઆરીએ 25 રૂપિયા કિંમત વધતા 769 રૂપિયાથી વધીને 794 રૂપિયા કિંમત થઈ હતી. જે બાદ 1 માર્ચે ફરી 25 રૂપિયાનો વધારો થતાં કિંમત 819 રૂપિયા પહોંચી છે.
કોલકાતામાં સબસિડી અને કોમર્શિયલ બન્ને ગેસ સિલિન્ડરની કિંમત વધી ગઈ છે. સબસિડીવાળા ગેસ સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાના વધારા બાદ નવી કિંમત 845.40 રૂપિયા થઈ ગઈ છે જ્યારે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 19 રૂપિયા વધી છે.
ગુજરાતમાં પણ ગેસના બાટલાની કિંમત 815 રૂપિયાથી 25 રૂપિયા વધીને 840 રૂપિયા થઈ ગઈ છે.
ક્યારે કેટલી વધી સિલિન્ડરની કિંમત
1 માર્ચ, 25 રૂપિયા, ભાવ 819
25 ફેબ્રુઆરી 50 રૂપિયા, ભાવ 794
15 ફેબ્રુઆરી 50 રૂપિયા, ભાવ 769
04 ફેબ્રુઆરી 25 રૂપિયા, ભાવ 719
16 ડિસેમ્બર 50 રૂપિયા, ભાવ 694
01 ડિસેમ્બર 50 રૂપિયા, ભાવ 644
કેવી રીતે નક્કી થાય છે રાંધણગેસની કિંમત
- આંતરરાષ્ટ્રીય માર્કેટ અને કરન્સી એક્સચેન્જ રેટથી એલપીજીની કિંમત નક્કી થાય છે.
- દર 15 દિવસે LPG સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરવામાં આવે છે.
- સબસિડીની રકમ પણ દર મહિને બદલાતી રહે છે.
- જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ વધે છે ત્યારે સરકાર વધારે સબસિડી આપે છે.
- જ્યારે ભાવ નીચે રહે છે ત્યારે સબસિડીની રકમ ઘટાડવામાં આવે છે.