શ્રીદેવીના નિધન અગાઉ અમિતાભ બચ્ચને કર્યું ટ્વિટ, લખ્યું- ‘ન જાને ક્યું, અજીબ સી ઘભરાહટ હો રહી હૈ!!’
અમિતાભે ટ્વિટમાં લખ્યું કે, ‘ન જાને ક્યું, અજીબ સી ઘભરાહટ હો રહી હૈ!!’!! અમિતાભાના આ ટ્વિટન થોડીક વાર બાદ અભિનેત્રી શ્રીદેવીનું મુત્યુની ખબર આવી હતી. જેના બાદ બોની કપૂરના ભાઈ સંજય કપૂરે તેના મોતના ખબરની પુષ્ટી કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈ: બોલીવુડની સુપરસ્ટાર શ્રીદેવીનું શનિવારે રાતે દુબઈમાં નિધન થયું છે. મીડિયા રિપોર્ટ અનુસાર શ્રીદેવીનું નિધન કાર્ડિયક અરેસ્ટના કારણે થયું છે. આ ખબર બાદ બોલીવૂડમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. બોલીવૂડના તમામ સ્ટાર્સે મોડી રાતેજ ટ્વિટ કરી શ્રીદેવીના મોત પર દુખ વ્યક્ત કરી રહ્યાં છે. પરતું સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનું એક ટ્વિટ સોશલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યું છે.
ઉલ્લેખનીય છે કે, શનિવારે રાતે અમિતાભ બચ્ચને ત્રણ ટ્વિટ કર્યા હતા. તેમા પ્રથમ ટ્વિટ રાતે 1વાગે કર્યું હતું, જેમાં સાઉથ આફ્રિકા સામે ટી-20 મેચ જીતવા પર ટીમ ઈન્ડિયાને શુભેચ્છા પાઠવી હતી. ત્યાર બાદ 1 વાગીને 13 મિનિટ પર તેમણે એક પુસ્તક વિમોચન સમારોહની તસ્વીર શેર કરી હતી. અમિતાભ બચ્ચને પોતાનું છેલ્લું ટ્વિટ તેના બે મિનિટ બાદ કર્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -