સાઉથના સુપરસ્ટાર ચિરંજીવી સાથે ફિલ્મમાં આ અંદાજમાં જોવા મળશે અમિતાભ બચ્ચન, જુઓ તસવીરો
સાઉથના સુપસ્ટાર ચિરંજીવી અને અમિતાભ બચ્ચન વચ્ચે પહેલાંથી જ સારું બોન્ડિંગ છે. પોતાના બ્લોગમાં બચ્ચન જણાવી ચૂક્યા છે કે તેલુગૂ સુપરસ્ટારે તેમને કેમિયો કરવા માટે આગ્રહ કર્યો હતો. ‘સે રા નરસિમ્હા રેડ્ડી’ ચિરંજીવીની મોંઘી ફિલ્મોમાંથી એક માનવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મ પાછળ 150 કરોડ રૂપિયા ખર્ચી રહ્યા છે.
સાઉથના સુપરસ્ટાર ચિરંજીવીની ફિલ્મમાં અમિતાભ બચ્ચન કેમિયો રોલ કરશે. આ ફિલ્મની શૂટિંગ માટે અમિતાભ બચ્ચન હૈદરાબાદ જવા રવાના થયા હતા. અને ગુરુવારે મોડી રાત્રે તેમણે આ તસવીરો ટ્વિટર પર પોસ્ટ કરી હતી.
એક તસવીરમાં બિગ બી ચિરંજીવી અને નયનતારા સાથે સ્ક્રીન શેર કરતાં જોવા મળી રહ્યા છે. અમિતાભ બચ્ચને પોતાને જે લૂક શેર કર્યો છે તેમાં તેઓ સફેદ દાઢીમાં જોવા મળી રહ્યા છે.
મુંબઈ: અમિતાભ બચ્ચનની સાઉથ ફિલ્મનો ફર્સ્ટ લૂક પણ સામે આવ્યો છે. અમિતાભે ચિરંજીવીની ફિલ્મ ‘સે રા નરસિમ્હા રેડ્ડી’ માટેના લૂકની તસવીર શેર કરી હતી ત્યારથી જ બંને સ્ટાર્સના ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. લૂક ટેસ્ટ બાદ અમિતાભ આ ફિલ્મના શૂટિંગ માટે હૈદરાબાદ પહોંચી ગયા છે. અમિતાભ બચ્ચને પોતાની ફિલ્મનો ફર્સ્ટ લૂક પોતાના ટ્વિટર હેંડલ પર શેર કર્યો છે. અમિતાભ બચ્ચને કહ્યું ચિરંજીવી સાથે કામ કરવું તેના માટે સન્માનની વાત છે.