35 વર્ષની આ Fitness Trainerને કારણે 75ની ઉંમરે ફિટ છે અમિતાભ બચ્ચન, જાણો કોણ છે તે...
અમિતાભ બચ્ચન ઉપરાંત વૃંદા મેહતા જાણીતા ડાયરેક્ટર કરણ જૌહર, કોરિયોગ્રાફ ફરાહ કાન, અભિષેક બચ્ચન, માધુરી દિક્ષિતને પણ ફિટનેસ ટ્રિટમેન્ટ આપી ચૂકી છે. વૃંદા જણાવે છે કે, અમિતાભ બચ્ચનની ફિટનેસ પાછળ તેની એકાગ્રતા, સાદગી અને સમય પર સાદું ભોજન કરવાની આદત છે અને વૃંદા અનુસાર અમિતાભ બચ્ચન આહારની સાથે યોગ અને પ્રાણાયમ પણ રોજ કરે છે. તેમણે ફિટનેસના મામલે ક્યારે સમજૂતી કરી નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવૃંદા જ અમિતાભ બચ્ચનના ભોજનથી લઈને તેની એક્સરસાઈઝનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. અમિતાભને ક્યારે શું જોઈએ, તેના શરીરને ક્યાં શેની જરૂર છે, એ બધું વૃંદા જ ધ્યાન રાખે છે. કઈ જરૂરિયાતમાં તેને શું ભોજન લેવાનું છે, એ બધું વૃંદા જ નક્કી કરે છે. વૃંદા અંદાજે 11 વર્ષથી તેની સાથે કામ કરે છે. અમિતાભ બચ્ચનની પર્સનલ ફિટનેસ એક્સપર્ટ વૃંદા ખુદ પણ ખૂબ જ ફિટ છે.
હાલમાં અમિતાભ બચ્ચન આમિર ખાનની ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દોસ્તાંના શૂટિંગ પૂરું કરી રહ્યા છે. આ ફિલ્મ આ વર્ષે રિલીઝ થશે. અમને એવી વ્યક્તિ વિશે જણાવી રહ્યા છે જે અમિતાભ બચ્ચનનું એટલું ધ્યાન રાખે છે કે અમિતાભ બચ્ચન આટલા ફિટ છે. એ યુવતીનું નામ છે વૃંદા મેહતા અને તેની ઉંમર છે 35 વર્ષ. વૃંદા મેહતા ફિટનેસ ટ્રેનર અને ડાયટીશિયન છે.
મુંબઈઃ બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન એ સ્ટારમાંથી એક છે જે ક્યારેય થાકતા નથી અને ક્યારેય રોકાતા પણ નથી. કામ કરવાને લઈને અમિતાભ બચ્ચન હંમેશા ઉત્સાહિત રહે છે. અમિતાભ વચ્ચન ન તો સમય જુઓ છે અને ન તો હવામાન બસ તે કામ કરતા રહે છે. 75 વર્ષના અમિતાભ બચ્ચન આ ઉંમરે પણ ફિટ છે અને સતત ફિલ્મોમાં જોવા મળી રહ્યા છે. જોકે અમિતાભ અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે પરંતુ તે આ સમસ્યાઓને પણ પોતાના ઉપર હાવી નથી થવા દેતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -