સલમાનની KBC હોસ્ટ કરવાની ઈચ્છા પર અમિતાભનું આવું હતું રિએક્શન, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 29 Aug 2018 08:02 AM (IST)
1
કૌન બનેગા કરોડતિ સીઝન 10 માટે અમિતાભ બચ્ચન મીડિયાને મળ્યા હતા. થોડા સમય પહેલા સલમાન ખાન કૌન બનેગા કરોડપતિને હોસ્ટ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેનો જવાબ આપતાં બચ્ચને કહ્યું કે, જો તે એમ કરવા ઈચ્છતા હોય તો તેમનું સ્વાગત છે. હું ખુદ તેમને શો હોસ્ટ કરવા આમંત્રણ આપું છું.
2
કૌન બનેગા કરોડપતિ 10ની 3 સપ્ટેમ્બરથી ટીવી પરથી પ્રસારિત થશે. આ વખતે શોમાં થોડા ફેરફાર કરવામાં આવ્યા છે.
3
અમિતાભ બચ્ચન અને સલમાન ખાન બંને વર્તમાન સમયમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેમના અંદાજમાં લીડ કરે છે. બંનેએ સાથે બાગબાન, બુલબુલ અને ગોડ તુસ્સી ગ્રેટ હો જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.
4
મુંબઈઃ બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન કૌન બનેગા કરોડપતિની 10મી સીઝન લઈને આવી રહ્યા છે. આ શો આજે પણ દર્શકોમાં લોકપ્રિય છે. અમિતાભ બચ્ચન જે રીતે સ્પર્ધકોને સવાલ પૂછે છે તે દર્શકોને ખૂબ ગમે છે.