Har Ghar Tiranga Song Out Now: ભારત દેશની આઝાદીના 75 વર્ષના શુભ અવસરને ધ્યાનમાં રાખીને અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના હેઠળ હાલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (Narendra Modi) હર ઘરર તિરંગાના સંકલ્પની ઘોષણા કરી હતી. એવામાં હવે હર ઘર તિરંગા (Har Ghar Tiranga) વીડિયો સોન્ગ રિલીઝ કરવામાં આવ્યું છે. આ તિરંગા એન્થમ ગીતમાં તમને હિન્દી સિનેમાના મહાનાયક અમિતાભ બચ્ચનથી (Amitabh Bachchan) લઈને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) સહિતની નામી હસ્તીઓ જોવા મળી રહી છે.
રિલીઝ થયું 'હર ઘર તિરંગા' ગીત
ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીની જાહેરાત બાદ બધી જગ્યાએ હર ઘર તિરંગાનું અભિયાન તેજ બની ગયું છે. જે અનુસાર ફિલ્મી સિતારા અને ઘણી નામી હસ્તીઓ પણ ઉત્સાહભેર આ અભિયાનમાં ભાગ લઈ રહ્યા છે. હમણાં જ અમૃત મહોત્સવ નામના ટ્વિટર હેન્ડલ પર હર ઘર તિરંગા ગીતને રિલીઝ કરવામાં આવ્યું છે. 4 મિનીટ 22 સેકન્ડના આ ગીતમાં તમને હિન્દી ફિલ્મોના ઘણા દિગ્ગજ કલાકારોની સાથે-સાથે ખેલ જગતના સિતારાની જલક જોવા મળશે. ગીતની શરુઆતમાં તમને અમિતાભ બચ્ચન જોવા મળશે. તે બાદ ટીમ ઈન્ડિયાના રન મશીન વિરાટ કોહલી તિરંગાનું માન વધારતા જોવા મળશે. આ સિવાય સાઉથ ફિલ્મોના દિગ્ગજ અભિનેતા પ્રભાસ પણ હાથમાં રાષ્ટ્રીય ધ્વજ લઈને હર ઘર તિરંગા ગીત ગાતા જોવા મળે છે.
અક્ષય, અજય અને અનુપમે વધારી રોનકઃ
આ દિગ્ગજો સિવાય તમને અક્ષય કુમાર, અનુપમ ખેર, અજય દેવગન તિરંગો હાથમાં લઈને દોડતા જોવા મળે છે. આ સાથે સાઉથ ફિલ્મની એક્ટ્રેસ કીર્તિ સુરેશ, ક્રિકેટર હાર્દિક પંડ્યા, અને કેએલ રાહુલ પણ વીડિયોમાં જોવા મળે છે. આશા ભોંસલેના અવાજમાં આ તિરંગા એન્થમ ખુબ સુંદર રીતે બનાવામાં આવ્યું છે.