Healthy Diet : જો આપ ડાયાબિટીસથી પીડિત છો તો આપે આપના આહારમાં કેટલાક સ્વાસ્થ્યવર્ધક ફળોનો સમાવેશ કરી શકો છો. આવો જાણીએ મધુપ્રમેહના દર્દીઓ ક્યાં ફળોનું સેવન કરી શકે છે.


ડાયાબિટીસના દર્દીઓને  કેવો  આહાર લેવા તેની સલાહ આપવામાં આવે છે, જેમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય. તે ફળોને ડાયાબિટિસના દર્દીઓ ખાઇ શકે છે.  ગ્લાયકેમિક ઇન્ડેક્સ બ્લડ સુગરનું સ્તર વધારી શકે છે. તેથી, ડાયાબિટીસના દર્દીઓ માટે ગ્લાયકેમિક ઇન્ડેક્સ 55 કરતા ઓછો હોય તેવો આહાર લેવો આરોગ્યપ્રદ છે. આપણી આસપાસ એવા ઘણા ફળ છે, જે ડાયાબિટીસમાં હેલ્ધી નથી ગણાતા. તે જ સમયે, કેટલાક એવા ફળ છે, જેનું સેવન તમે ડાયાબિટીસમાં કરી શકો છો. કારણ કે તેમનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો છે. આવો જાણીએ આ ફળો વિશે


ડાયાબિટિસમાં ખાઓ સંતરા


ડાયાબિટિસના દર્દીઓએ મનભરીને સંતરાનું સેવન મનભરીને કરે છે. તે વિટામિન સીથી ભરપૂર છે.  તેની સાથે સંતરા સાઇટ્રિક એસિડ અને ફાઇબરનો સારો સ્ત્રોત મનાય છે.તેમાં મોજૂદ ફાઇબર સુગર લેવલને કન્ટ્રોલ કરે છે. તો આપને ડાયાબિટિશ છે તો આપ સંતરા ભરપેટ ખાઇ શકો છો.


નાશપાતી ખૂબ જ ફાયદાકારક


બ્લડ સુગરના દર્દીઓએ તેમના આહારમાં નાશપતીનો સમાવેશ કરવો જોઈએ. પિઅરનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ સ્કોર 38 છે. ખાસ કરીને જો તમે છાલ સાથે પિઅરનું સેવન કરો છો, તો તે તમારા માટે ઘણી રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે.


બ્લડ સુગરમાં ખાઓ સફરજન


સફરજનમાં ખૂબ જ ઓછો ગ્લાયકેમિક ઇન્ડેક્સ છે. તે પેટ માટે પણ હેલ્ધી છે. જો તમે લો કાર્બોહાઇડ્રેટ ખોરાક લેવા માંગતા હો, તો તમારા આહારમાં સફરજનનો સમાવેશ કરો. આ બ્લડ સુગર ઘટાડી શકે છે.


 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.