એક્ટ્રેસ એમી જેક્સને બ્લેક આઉટફિટમાં ફ્લોન્ટ કર્યો બેબી બંપ, જુઓ તસવીરો
abpasmita.in | 26 Jul 2019 05:31 PM (IST)
એમી જેક્સસને બ્લેક આઉટ ફિટમાં તસવીર શેર કરી છે. આ તસવીરમાં એમી ખૂબ જ હોટ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.
મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી એમી જેક્સન હાલ પોતાની પ્રગ્નેન્સીને લઈને સોશિલ મીડિયા પર ચર્ચામાં છે. એમી તેની જિંદગીની દરેક પળની તસવીરો ફેન્સ માટે શેર કરે છે. એમી પોતાના ફેન્સ સાથે બેબી બંપની તસ્વીરો પોસ્ટ કરતી રહે છે. એવામાં એકવાર ફરી એમી જેક્સને બેબી બંપ ફ્લોન્ટ કરતી તસવીર શેર કરી છે. એમી જેક્સસને બ્લેક આઉટ ફિટમાં તસવીર શેર કરી છે. આ તસવીરમાં એમી ખૂબ જ હોટ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે એમી જેક્સન લગ્ન પહેલા જ માતા બનવાનું પ્લાનિંગ કરી રહી છે. થોડા સમય પહેલા જ એમીએ પોતાના બોયફ્રેન્ડ જોર્જ પાનાયિટૂ સાથે લંડનમાં સગાઈ કરી હતી. એમી અને જૉર્જ 2015થી રિલેશનશિપમાં છે. એમી બેબી બંપ ફ્લોન્ટ કરતી તસવીરો શેર કરતી રહે છે. બૉલિવૂડમાં એમી જેક્સની પ્રથમ ફિલ્મ એક દિવાના થામાં પ્રતીક બબ્બર સાથે જોવા મળી હતી. તેના બાદ એમીએ અક્ષય કુમાર સાથે સિંહ ઇઝ બ્લિંગ અને 2.0 જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે.