માહિતી પ્રમાણે, ગોતા નજીક આવેલા ગણેશ જેનિસીસ બિલ્ડીંગના પાંચમાં માળે શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળી હતી. જેમાં 25 જેટલા લોકો ફસાયા હતા. ફાયર બ્રિગેડની 10 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યુ હતુ. જોકે, આમાં ફાયર બ્રિગેડની મોટી ચૂક જોવા મળી હતી.
સુ્ત્રો અનુસાર, ફાયર બ્રિગેડની હાઇડ્રૉલિક ક્રેન ખોટકાઇ જતાં લોકોની બચાવ કામગીરી શરૂ થઇ શકી ન હતી. આ કામગીરી મોડી શરૂ થતાં લોકો ચીફ ફાયર ઓફિસર દસ્તુર સાથે લોકો બોલાચાલી પર ઉતરી આવ્યા હતા. જોકે, બાદમાં ચીફ ફાયર ઓફિસરે ખુદ રેસ્ક્યૂ ઓપરેશનમાં ઓક્સિઝન સિલીન્ડર લઇને ઝંપલાવ્યુ હતુ.
ગણેશ જેનીસીસ ફ્લેટના પાંચમાં માળે આવેલા ફ્લેટ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે. આખી બિલ્ડીંગને ખાલી કરી દેવામાં આવી છે. જ્યારે 15 લોકો રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા છે. ફસાયેલા લોકો બિલ્ડીંગની બાલ્કનીમાંથી નીચે ઉતરતાં હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યાં હતાં.