બોલીવુડની આ હોટ એક્ટ્રેસે લગ્ન પહેલા જ આપ્યો પુત્રને જન્મ, બ્રેસ્ટફિડ કરાવતી તસવીર કરી શેર
abpasmita.in | 23 Sep 2019 08:01 PM (IST)
એક્ટ્રેસ એમી જેકસને પુત્રને જન્મ આપ્યો છે. છેલ્લા થોડા સમયથી તે પ્રેગ્નેન્સીને લઈ સમાચારમાં હતી.
મુંબઈઃ એક્ટ્રેસ એમી જેકસને પુત્રને જન્મ આપ્યો છે. છેલ્લા થોડા સમયથી તે પ્રેગ્નેન્સીને લઈ સમાચારમાં હતી. સોશિયલ મીડિયા પર સતત બેબી બંપની તસવીરો શેર કરતી હતી. એમીએ નવજાતને બેસ્ટફિડિંગ કરાવતી હોય તેવી તસવીર શેર કરી છે. જ્યારે તેનો મંગેતર માથા પર કિસ કરતો નજરે પડે છે. એમીએ તસવીરની સાથે કેપ્શનમાં લખ્યું, અમારી એન્જલ એન્ડ્રિયાઝ. આ વર્લ્ડમાં તારું સ્વાગત છે. પુત્ર સાથેની તસવીર શેર કર્યા બાદ એમીને સોશિયલ મીડિયા પર અભિનંદન મળવાના શરૂ થઈ ગયા છે. એમી જેકસને બેબી શૉવર સેરેમનીમા કહ્યું હતું કે, તેના ઘરે પુત્ર આવવાનો છે. પ્રેગનેન્સી દરમિયાન તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહી અને બેબી બંપ ફ્લોન્ટ કરતી તસવીરો શેર કરી હતી. (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)