નવી દિલ્હી: મુંબઈમાં બુધવાર 18 સપ્ટેમ્બરે આઈફા અવોર્ડ્સનું આયોજન થયું હતું જેમાં બોલીવૂડના દિગ્ગજ સ્ટાર્સ હાજર રહ્યા હતા. આ સમારોહમાં સલમાન ખાન, કેટરીના કૈફ, પ્રીતિ જિંટા, માધુરી દીક્ષિત, શાહિદ કપૂર, વિક્કી કૌશલ, રિતેશ દેશમુખ, જેનેલિયા સહિતના બોલીવૂડ સ્ટાર્સ હાજર રહ્યા હતા. આ બધાની વચ્ચે એક ખાસ મહેમાન પણ આવ્યા હતા જેનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.


એક્ટ્રેસ અદિતિ ભાટિયાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં એક કુતરો બેઠો છે અને તેની વાતો ધ્યાનથી સાંભળી રહ્યો છે. આ વાયરલ વીડિયોને અત્યાર સુધીમાં 7 લાખથી વધુ જોવામાં આવ્યો છે. આ વીડિયોમાં અદિતિ કુતરાનો ઈન્ટરવ્યૂ લેતી જોવા મળે છે.


તે કુતરાને પુછે છે કે હેલો સર, તમને કેમ છે? અને તે અભિવાદન કરવા માટે પંજો આગળ વધારે છે. અદિતિ મજાકમાં તેને ઈવેન્ટને લઈને સવાલો પુછતી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે દર વર્ષ આઈફા અવોર્ડ્સ આયોજન અલગ-અલગ દેશોમાં થાય છે. આ વખતે મુંબઈમાં આયોજન કરવામાં આવ્યું હતું.