ફિલ્મના પ્રોડક્શન દ્વારા અભિનેતા ઈરફાન ખાનના જન્મદિવસ પર અંગ્રેજી મીડિયમના ફર્સ્ટલૂકની સાથે ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. મેડૉક ફિલ્મના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પરથી ઇરફાન ખાનનો ફર્સ્ટ લૂક શેર કરવામાં આવ્યો છે.
આ ફર્સ્ટ લૂકના પોસ્ટરમાં ઇરફાન ખાન શર્ટની ઉપર સ્વેટર અને હાફ જેકેટ પહેરીને સ્માઇલ કરતા જોવા મળી રહ્યા છે. આ પોસ્ટમાં ફિલ્મ અંગ્રેજી મીડિયમની રિલીઝ ડેટની માહિતી આપતાં લખ્યું છે, હેપ્પી બર્થડે ઇરફાન, બર્થડે ટ્રીટ તરીકે અમે પણ બધાં ચાહકો માટે માર્ચ 2020માં ફિલ્મ રિલીઝ કરી રહ્યા છીએ. ફિલ્મની રિલીઝ 20 માર્ચ રાખવામાં આવી છે.
આ પહેલા પણ કરીના કપૂર અને ઇરફાન ખાનનું એક પોસ્ટર સામે આવ્યું હતું. જેમાં બન્ને સાથે જોવા મળ્યા હતા. જણાવીએ કે ફિલ્મ અંગ્રેજી મીડિયમ વર્ષ 2017માં આવેલી ફિલ્મ હિન્દી મીડિયમની સીક્વલ છે.