PM મોદી સાથે અનિલ કપૂરે કરી મુલાકાત, કહ્યું- તેઓનું વિઝન અને કરિશ્મા કરે છે પ્રભાવિત
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી છેલ્લા કેટલાક દિવસોમાં બૉલિવૂડ એક્ટર્સ, પ્રોડ્યૂસર્સ અને પ્રતિનિધિમંડળ સાથે મળી ચુક્યા છે. હાલમાં જ યંગ બૉલિવૂડ સ્ટાર્સ સાથે દિલ્હીમાં મુલાકાત કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હી: એક્ટર અનિલ કપૂર પોતાની આગામી ફિલ્મ ‘એક લડકી કો દેખા તો ઐસા લગા’ને લઇને ચર્ચામાં છે. ત્યારે બુધવારે અનિલ કપૂરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. તેમણે આ મુલાકાતની તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
અનિલ કપૂરે તસવીર પોસ્ટ કરીને લખ્યું કે, “આજે મને સન્માનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાતનો અવસર મળ્યો. આ વાતચીતથી હું ખૂબજ પ્રેરિત થયો. તેઓનું વિઝન અને કરિશ્મા પ્રભાવિત કરે છે. હું તેઓનો આભારી છું કે મને મુલાકાત માટે સમય આપ્યો.”
અનિલ કપૂર પોતાની આગામી ફિલ્મને લઇને પણ ચર્ચમાં છે. ‘એક લડકી તો દેખા તો ઐસા લગા’ ફિલ્મમાં તે પ્રથમ વખત પુત્રી સોનમ કપૂર સાથે કામ કરી રહ્યાં છે. ફિલ્મમાં બન્ને પિતા-પુત્રીની ભૂમિકા ભજવી રહ્યાં છે. આ ફિલ્મમાં રાજકુમાર રાવ અને જૂહી ચાવલા પણ મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મ 1 ફેબ્રુઆરીએ રિલીઝ થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -