'જુગ જુગ જિઓ'ના શૂટિંગ દરમિયાન અનિલ કપૂર, વરુણ ધવન, નીતૂ સિંહ કોરોના પૉઝિટીવ, શૂટિંગ અટક્યુ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 04 Dec 2020 01:16 PM (IST)
રિપોર્ટ છે કે, આ કલાકારો ફિલ્મ જુગ જુગ જિઓનુ શૂટિંગ કરી રહ્યાં હતા, આ દરમિયાન કોરોના પૉઝિટીવ આવ્યા જેના કારણે શૂટિંગને હાલ પુરતી બંધ કરી દેવામાં આવ્યુ છે. આ ધર્મા પ્રૉડક્શનની ફિલ્મ છે
નવી દિલ્હીઃ દેશમાં વધી રહેલા કોરોનાના પ્રકોપની અસર હવે ફિલ્મોની શૂટિંગ કરી રહેલા હીરો-હીરોઇનો પર પણ પડી રહી છે. ફિલ્મની શૂટિંગ દરમિયાન દિગ્ગજ એક્ટર અનિલ કપૂર, વરુણ ધવન અને અભિનેત્રી નીતૂ સિંહ સહિત નિર્દેશક રાજ મહેતા કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. રિપોર્ટ છે કે, આ કલાકારો ફિલ્મ જુગ જુગ જિઓનુ શૂટિંગ કરી રહ્યાં હતા, આ દરમિયાન કોરોના પૉઝિટીવ આવ્યા જેના કારણે શૂટિંગને હાલ પુરતી બંધ કરી દેવામાં આવ્યુ છે. આ ધર્મા પ્રૉડક્શનની ફિલ્મ છે.